મુબઈ તરફથી રણજી રમી ચુકેલા અને અંડર-19 ટીમનો ભાગ રહેલો સૌરભ જ્યારે ભણતર માટે મુંબઈથી ન્યૂયૉર્ક પહોંચ્યો ત્યારે તે કોઈપણ ક્રિકેટ કિટ લઇ નહોતો ગયો, પરંતુ ત્યારે સૌરભને નહોતી ખબર કે તેની કિસ્મતમાં કંઇક અલગ લખ્યું છે અને તેની જિંદગીમાં મોટો બદલાવ આવશે. સૌરભે યૂનિવર્સિટીમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને પછી અનેક ક્લબોની મેચમાં પણ તે સામેલ થયો. આ દરમિયાન સૈન ફ્રાસિસ્કોમાં તેને ઓરેકલ કંપનીમાં નોકરી મળી ગઈ.

વર્ષ 2018માં આઈસીસી દ્વારા કરવામાં આવેલા નિયમોમાં બદલાવ બાદ સૌરભ યૂએસએની ટીમ તરફથી રમવા માટે યોગ્ય થયો. ઉલ્લેખનીય છે કે યૂએસએની ટીમમાં સામેલ થવા માટે ત્યાં 3 વર્ષ રહેવું જરૂરી છે. સૌરભ પોતાના પ્રદર્શનથી યૂએસએ ક્રિકેટ ટીમનાં કૉચને ખુશ કરવામાં સફળ રહ્યો અને તે જ વર્ષે તેને યૂએસએની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. વર્લ્ડ ક્રિકેટ લીગ પહેલા પોતાના દમદાર પ્રદર્શનથી તેને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી.

બુધવાર 24 એપ્રિલનાં સૌરભની આગેવાનીમાં અમેરિકાએ વર્લ્ડ ક્રિકેટ લીગનાં બીજા ડીવિઝનની મેચમાં હોંગકોંગને 84 રનોથી હરાવ્યું હતુ. આ જીત સાથે અમેરિકા આઈસીસી તરફથી પહેલીવાર વન ડે ક્રિકેટનો દરજ્જો મેળવવામાં સફળ રહી. હવે ટીમ અમેરિકા આવતા 2 વર્ષમાં 36 વન ડે મેચ રમી શકે છે અને 2023માં થનારા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા થનારા ક્વૉલિફિકેશન ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઇ શકે છે.

27 વર્ષનો સૌરવ ડાબા હાથે ઝડપી બૉલિંગ કરે છે. તે 2010માં રમાયેલા આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો. આ દરમિયાન તેણે ટૂર્નામેન્ટની 6 મેચમાં સૌથી વધારે વિકેટ ઝડપી હતી. સૌરભે ત્યારબાદ મુંબઈ માટે કૂચ બિહાર ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો. 2010માં થયેલા અંડર-19 વર્લ્ડ કપમાં સૌરભ ઇન્ડિયાની તરફથી કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ સાથે રમ્યો હતો. સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સૌરભે આ સમયનાં શ્રેષ્ઠ બેટ્સમેન જો રૂટને બે વાર આઉટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ ભારતીય છે ‘કેપ્ટન અમેરિકા’, ભારત માટે રમી ચુક્યો છે ક્રિકેટ વિશ્વ કપ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/captain-of-usa-cricket-team-is-indian/
via Best Gujarati News

0 Comments