દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આઈપીએલ સીઝન-12ની 46મી મેચ દિલ્હીનાં ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઈ. દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા દિલ્હીએ 20 ઑવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શ્રેયસ ઐયરે 52 અને શિખરવ ધવને 50 રન બનાવ્યા હતા.

188 રનનો પીછો કરવા ઉતરેલી બેંગલોરની ટીમ 20 ઑવરમાં 7 વિકેચટે 171 રન જ બનાવી શકી હતી અને તેનો 16 રને પરાજય થયો હતો. બેંગલોર તરફથી પાર્થિવ પટેલ 39 અને સ્ટોઇનિસે 32 રન બનાવ્યા હતા.

  • વૉશિંગ્ટન સુંદર રબાડાની બૉલિંગમાં કેચ આઉટ.
  • 27 રન મારીને ગુરકિરાત સિંહ માન આઉટ. ઇશાંતે લીધી વિકેટ.
  • શિવમ દૂબે 24 રન મારીને આઉટ. અમિત મિશ્રાએ લીધી વિકેટ.
  • ક્લાસેન 3 રન મારીને અમિત મિશ્રાની ઑવરમાં આઉટ.
  • ડીવિલિયર્સ 17 રન મારીને રૂથડફૉર્ડની બૉલિંગમાં આઉટ.
  • વિરાટ કોહલી 23 રન મારીને અક્ષર પટેલની બૉલિંગમાં આઉટ.
  • પાર્થિવ પટેલ 39 રન મારીને રબાડાની બૉલિંગમાં આઉટ.

  • રૂથર્ડફૉર્ડ 28 અને અક્ષર પટેલ 16 રને અણનમ રહ્યા.
  • શ્રેયસ ઐય્યર 52 રન બનાવીને વૉશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો.
  • ઋષભ પંત 7 રન મારેને ચહલની ઑવરમાં આઉટ.
  • શિખર ધવન 50 રન મારીને ચહલની બૉલિંગમાં આઉટ.
  • પૃથ્વી શૉ 18 રન મારીને ઉમેશ યાદવની બૉલિંગમાં આઉટ.

બેંગલોર સાથેની આ મેચ જીતીને દિલ્હી પ્લેઑફમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઇચ્છશે. દિલ્હી આ સમયે 11 મેચોમાં 7 જીત અને 4 હાર અને 14 અંક સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીડજા નંબરે છે.

બીજી તરફ શરૂઆતમાં સતત 6 મેચ હાર્યા બાદ પાટા પર આવનારી બેંગલોર આ સમયે 11 મેચોમાં 4 જીત અને 7 હાર અને 8 અંક સાથે પોઇન્ટ ટેબલમાં 8માં નંબરે છે. બેંગલોરે પ્લોઑફમાં પ્રવેશવાની પોતાની આશાઓ જીવતી રાખવા રાખવા દરેક મેચ જીતવી પડશે.

ટીમ:

દિલ્હી: પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત, રૂથરફૉર્ડ, કૉલિન ઇન્ગ્રામ, અક્ષર પટેલ, કગિસો રબાડા, સંદીપ લિમિછાને, અમિત મિશ્રા, ઈશાંત શર્મા

બેંગલોર: પાર્થિવ પટેલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડીવિલિયર્સ, માર્કસ સ્ટોઇનિસ, હેન્રિચ ક્લાસેન, શિવમ દૂબે, ગુરકિરાતસિંહ માન, વૉશિંગટન સુંદર, નવદીપ સાઇની, ઉમેશ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post DCvsRCB: બેંગલોરને 16 રને હરાવી પ્લે ઑફમાં પ્રવેશ્યું દિલ્હી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/delhi-capitals-opt-to-bat-against-rcb/
via Best Gujarati News

0 Comments