BJP હારશે તો આ 3 નેતા વડાપ્રધાન પદની દાવેદારીની રેસમાં સૌથી આગળ!
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે જો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સ્પષ્ટ બહુમત સાબિત કરવામાં અસફળ રહે છે તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ માયાવતી વડાપ્રધાન પદ માટે મુખ્ય દાવેદાર હશે. પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ત્રણેય નેતા વધુમાં વધુ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી ખૂબ મહેનત કરી રહ્યાં છે.
શરદ પવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે વડાપ્રધાન બનતા પહેલાં નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. મારા મતે એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના ઓછી છે. એવામાં મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ અને માયાવતી પીએમ પોસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પવારે એ રિપોર્ટને રદ કરી દેતો જેમાં તેમના હવાલાથી કહેવાઇ રહ્યું હતું કે માયાવતી, મમતા અને નાયડુ પીએમ પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અપેક્ષા કરતાં વધુ સારા દાવેદાર છે.
આની પહેલાં ચૂંટણી પ્રચાર દરમ્યાન પવારે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીમાં ભાજપની સીટો ખૂબ જ ઓછી હશે. તેમણે કહ્યું કે તમામ મોર્ચા પર સરકાર અસફળ થતા જોઇ એ મહેસૂસ કરું છું કે ભાજપની ઓછામાં ઓછી 100 સીટો ઓછી હશે. એનડીએને સ્પષ્ટ બહુમતી મળવી મુશ્કેલ હશે. અમારે વડાપ્રધાન પદ માટે નવા વિકલ્પો પર વિચાર કરવો પડશે.
‘પીએમ બનવા અંગે વિચારવું પણ તર્કહીન’
જો કે તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ ટોચના પદની દોડમાં સામેલ નથી. પવારે કહ્યું કે એનસીપી માત્ર 22 સીટો પર લડી રહ્યું છે. જો અમે 22 સીટો પણ જીતીએ તો પણ સરકાર બનાવા માટે અમે જરૂરી આંકડા સુધી પહોંચી શકીએ નહીં. પીએમ બનાવા અંગે વિચારવા પણ તર્કહીન હશે. બીજીબાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કહ્યું કે એનડીએ ફેલ થવા પર ભલે કોઇ મહાગઠબંધન ના હોય પરંતુ નોન-એનડીએ પક્ષોને એકત્ર કરવામાં પવારની ભૂમિકા મહત્વપૂર્ણ હશે.
કોંગ્રેસ નેતા એ કહ્યું કે મોદીને સત્તામાંથી બહાર રાખવા માટે પવાર તમામ ભાજપ વિરોધી પાર્ટીઓને એકજૂટ કરી શકે છે. અમે એ વાતથી આશ્ચર્યચકિત થશે નહીં કે શિવસેના પણ તેમના (પવારના) પ્રસ્તાવને પોતાનું સમર્થન આપી દે. આપને જણાવી દઇએ કે મમતા બેનર્જી અને માયાવતી બંને એ સંકેત આપ્યો છે કે તેઓ પીએમ પદના દાવેદારોમાં સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post BJP હારશે તો આ 3 નેતા વડાપ્રધાન પદની દાવેદારીની રેસમાં સૌથી આગળ! appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/chandrababu-naidu-didi-mayawati-top-pm-picks-sharad-pawar/
via Best Gujarati News
0 Comments