ડીઆરડીઓ દ્વારા વિકસિત બ્રહમોસ મિસાઇલનું આ પરીક્ષણ આવનારા થોડાંક દિવસોમાં સુખોઇ લડાકુ વિમાનથી થઇ શકે છે. ભારતીય વાયુસેનાના સૂત્રો એ કહ્યું કે એરફોર્સની યોજના છે કે 40 સુખોઇ-30MKI લડાકુ વિમાનોમાં બ્રહ્મોસ મિસાઇલ ફિટ કરવામાં આવે, જેથી કરીને જરૂર પડવા પર લાંબા અંતરથી જ તેનો ઉપયોગ દુશ્મનની વિરૂદ્ધ કરી શકાય.

ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ આવતા સપ્તાહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની હવાથી લોન્ચ કરનાર વર્ઝનનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યાં છે. આ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યા બાદ ભારત બાલાકોટ જેવા એર સ્ટ્રાઇક દેશમાં બનેલા હથિયારોની મદદથી જ કરવામાં સક્ષમ થઇ જશે.

પાકિસ્તાનના બાલાકોટમાં હાલના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર સ્ટ્રાઇક માટે ભારતે ઇઝરાયલમાં બનેલા સ્પાઇસ-2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તેને મિરાઝ ફાઇટર પ્લેનથી તોડી પાડ્યા હતા.

વાયુસેનાના સૂત્રો એ કહ્યું કે 290 કિલોમીટર સુધી માર કરી શકવાનામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલના એર વર્ઝનનો ઝડપથી વિકાસ કરવા માટે વાયુસેના પૂરી કોશિષ કરી રહ્યું છે. આ મિસાઇલ જમીન પર હાલ ટાર્ગેટને ધ્વસ્ત કરી શકશે. બાલાકોટમાં વાયુસેના એ આવી જ એર સ્ટ્રાઇક કરી હતી. આ મિસાઇલનો ઉપયોગ શરૂ થયા બાદ વિમાનોને દુશ્મનની સરહદમાં જવાની જરૂર પણ પડશે નહીં.

ડીઆરડીઓ દ્વારા વિકસિત બ્રહ્મોસ મિસાઇલનું આ પરીક્ષણ આવનારા થોડાંક દિવસોમાં સુખોઇ લડાકુ વિમાનથી થઇ શકે છે. ભારતીય વાયુસેનાના સૂત્રોએ કહ્યું કે એરફોર્સની યોજના છે કે 40 સુખોઇ-30MKI લડાકુ વિમાનોમાં બ્રહ્મોસ મિસાઇલ ફિટ કરાઇ, જેથી કરીને જરૂર પડવા પર લાંબા અંતરથી જ તેનો ઉપયોગ દુશ્મનની વિરૂદ્ધ કરી શકાય.

ફાઇટર પ્લેનમાં આ મિસાઇલનો ઉપયોગ કરવામાં સરળતા રહે એટલા માટે તેને વજનમાં હળવી બનાવાઇ છે. એકવખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવા અને તેને સુખોઇમાં સામેલ કર્યા બાદ આ મિસાઇલોની સ્ટ્રાઇક રેન્જ અને તેના દ્વારા ઘાતક પ્રહાર કરવાની તેની શક્તિના લીધે વાયુસેનાની મારક ક્ષમતામાં વ્યાપક વધારો થશે.

ભારત સરકારના એક અધિકારીએ કહ્યું કે વાયુસેનાની સતત બદલાતી જરૂરિયાતો, તે પણ એવા સમયમાં જ્યારે આપણે બે તરફી યુદ્ધને નકારી શકીએ નહીં. આ ખૂબ જ અત્યનો પ્રોજેક્ટ છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી વાયુસેનાની પાસે હાલના સુખોઇ એમકેઆઇ ફાઇટર વિમાનોમાંથી માત્ર બેને જ આ રીતે તૈયાર કરી શકાયા છે તે 2.5 ટનના સુપસોનિક એર-ટુ સરફેસ ક્રૂઝ મિસાઇલને દાગી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતે વિકસાવ્યું એવું ઘાતક શસ્ત્ર, પાકિસ્તાન ઘરમાં બેઠા-બેઠા થથરી જશે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/india-to-testfire-air-launched-version-of-brahmos-missile-soon/
via Best Gujarati News

0 Comments