પંજાબમાં સની દેઓલને ઘેરવા માટે કોંગ્રેસ બનાવ્યો માસ્ટર પ્લાન
ગુરૂદાસપુરમાં બોલિવુડ એકટર વિનોદ ખન્નાના મોત બાદ ભાજપે સની દેઓલને મેદાનમાં ઉતારીને હાલની ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. કોંગ્રેસે અહીંથી જાટ નેતા સુનીલ જાખડને ટિકિટ આપી છે, જે ગઇ પેટાચૂંટણીમાં અહીંથી જીત્યા હતા. કહેવાય છે કે પુલવામા બાદ બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ ભાજપે રાષ્ટ્રવાદ અને દેશભક્તિના માહોલને જોતા એ ભાવને આગળ વધારવા માટે સની દેઓલ જેવા એકટરને ગુરૂદાસપુરથી ઉતાર્યો. ઉલ્લેખનીય છે કે બોર્ડર અને ગદર જેવી ફિલ્મો દ્વારા તેની ઇમેજ રાષ્ટ્રવાદની ભાવનાને આગળ વધારતી દેખાય છે.
સની બહારનો હોવાનો મુદ્દો ઉઠાવશે કોંગ્રેસ
સનીની ઇમેજ કોંગ્રેસ માટે પડકાર બની રહી છે. કોંગ્રેસે તેની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે એકબાજુ કોંગ્રેસ જયાં સની દેઓલને બહારનો હોવાનો મુદ્દો ઉઠાવાની તૈયારીમાં છે ત્યાં બીજીબાજુ તેમણે દેઓલને બોલિવુડ ઇમેજના લીધે પણ કોંગ્રેસે બરાબરનો સાણસામાં લેવાનું શરૂ કરી દીધું છે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહે તાજેતરમાં જ સની દેઓલની ફિલ્મી સૈનિક ઇમેજ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે સની દેઓલ ફિલ્મી સૈનિક છે, જ્યારે હું તો અસલી સૈનિક છું. આ ચૂંટણી રણ છે, જ્યાં ફિલ્મી ઇમેજ કામ કરતી નથી. કોંગ્રેસ નેતા અને પંજાબની પ્રભારી આશાકુમારીનું કહેવું હતું કે આ ભાજપનું દેવાળિયું દેખાડે છે કે તે આટલા મોટા પંજાબમાંથી કોઇ સ્થાનિક નેતા આપી શકી નહીં. તેમને બહારથી લોકોને લાવવા પડી રહ્યાં છે.
કહેવાય છે કે કોંગ્રેસની યોજના છે કે આવનારા દિવસોમાં તેઓ ગુરૂદાસપુરમાં ભાજપને ઘેરવા માટે 2015મા દીનાનગર હુમલો, પઠાનકોટ એરબેસ પર હુમલો અને પુલવામા હુમલામાં સૂરક્ષાની ચૂકનો મામલો ઉઠાવતા પણ પ્રહારો કરશે. સાથો સાથ કોંગ્રેસ સની બહારનો હોવાનો મામલો પણ જોરશોરથી ઉઠાવશે. આ સિવાય અહીં કરતારપુર કોરિડોર મામલાની સાથે યુવાનોની રોજગારીનો મામલો પણ ઉઠાવશે.
ટિકિટ ન મળવાથી કવિતા ખન્ના નારાજ
દિવંગત એકટર વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્ના એ શનિવારના રોજ ભાજપ દ્વારા પોતાને નજરઅંદારજ કરતાં પોતાનું દુ:ખ વ્યકત કર્યું. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે જે રીતે ભાજપે ગુરૂદાસપુરમાં એન મોકા પર ટિકિટ આપવાના મામલામાં તેમને નજર અંદાજ કર્યા છે, તેમને લાગે છે કે ભાજપે તેમને છોડી દીધા. કવિતા ગુરૂદાસપુરથી પોતાના પતિની જગ્યાએ ટિકિટ ઇચ્છતા હતા. કવિતાને એ વાતનું પણ દુ:ખ છે કે પાર્ટીએ ગુરૂદાસપુરની ટિકિટ જાહેર કરવા માટે તેમને વિશ્વાસમાં લીધા નહોતા. તેમને ભાજપનું આ વલણ વિશ્વાસઘાત જેવું લાગ્યું. જો કે તેમણે એ સંભાવનાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો કે તેઓ ગુરૂદાસપુરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પંજાબમાં સની દેઓલને ઘેરવા માટે કોંગ્રેસ બનાવ્યો માસ્ટર પ્લાન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-strategy-plan-to-against-sunny-deol/
via Best Gujarati News
0 Comments