વિશ્વના સૌથી ગરમ ૧૫ શહેરોની યાદીમાં ભારતના ૧૩ શહેરો
। નવી દિલ્હી ।
દેશમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને વિશ્વમાં ભારત પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હવામાન અંગેની માહિતી આપતી વેબસાઇટ ડોરૈડોએ શનિવારે જારી કરેલી વિશ્વના સૌથી ગરમ શહેરોની યાદીમાં મોટાભાગના શહેરો ભારતના જ હતા. વેબસાઇટ દ્વારા જારી કરાયેલી ટોચના ૧૫ શહેરોમાં ૧૩ શહેરો ભારતના જ હતા જ્યારે ૨ શહેરો સેનેગલના હતા. આ યાદીમાં ૪૬.૭ ડિગ્રી સાથે અકોલા ટોચના સ્થાને આવ્યું હતું. શુક્રવારે આ યાદીમાં ટોચનું સ્થાન જાળવનાર ખરગોન ૪૬.૬ ડિગ્રી સાથે શનિવારે બીજા ક્રમે રહ્યું હતું. ત્યારબાદ ચંદ્રપુર (૪૬.૫) ત્રીજા ક્રમે, બ્રહ્માપુરી (૪૬.૪) ચોથા ક્રમે અને અમરાવતી (૪૬) પાંચમા ક્રમે આવ્યું હતું. આ યાદીમાં ત્યારબાદ વર્ધા (૪૬), બાંદા(૪૫.૬) અને હોશંગાબાદ(૪૫.૫)નો સમાવેશ થતો હતો. સેનેગલનું કાઓલેક ૪૫.૫ ડિગ્રી સાથે નવમા ક્રમે આવ્યું હતું. ત્યારબાદ ૧૦, ૧૧ અને ૧૨મા ક્રમે ખંડવા, અદિલાબાદ અને નાગપુર સોનેગાંવનો સમાવેશ થતો હતો. સેનેગરનું માટમ ૧૩મા ક્રમે રહ્યું હતું. ત્યાર બાદ ન્યૂ કંડલા ૧૪ અને પરભણી ૧૫મા ક્રમાંકે આવ્યું હતું. ન્યૂ કંડલા ૪૫.૨ ડિગ્રી તાપમાન સાથે ગુજરાત સૌથી ગરમ શહેર હતું.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વિશ્વના સૌથી ગરમ ૧૫ શહેરોની જે યાદી જાહેર કરી હતી તેમાં તમામ નામ ભારતના શહેરોના જ હતા. યાદીમાં મધ્ય પ્રદેશનું ખરગોન ૪૬.૬ ડિગ્રી તાપમાન સાથે ટોચ પર રહ્યું હતું. યાદીમાં જે ૧૫ નામ સામેલ છે તેમાં મહારાષ્ટ્રના નવ શહેર, મધ્ય પ્રદેશના ૩ શહેર, ઉત્તર પ્રદેશના ૨ તો તેલંગણાના એક શહેરનો સમાવેશ થાય છે.
તામિલનાડુ પર ચક્રવાત ફણી ત્રાટકશે
બંગાળના અખાતમાં સર્જાયેલી હવાના દબાણની સ્થિતિને કારણે તામિલનાડુમાં આગામી ૧૨ કલાકમાં ચક્રવાત ફણી ત્રાટકવાની સંભાવના જોવાતાં તંત્ર સાબદું થઈ રહ્યું છે. શનિવારે હવામાન વિભાગે જણાવ્યા મુજબ ચક્રવાતી સિસ્ટમ હાલમાં ચેન્નઈ કાંઠાથી અખાતમાં ૧,૨૦૦ કિ.મી.ના અંતરે છે. જે કાંઠા વિસ્તારમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે ત્યાં એનડીઆરએફની છ ટીમ પણ સાવધાનીના પગલાંરૂપે તૈનાત થઈ ચૂકી છે. સાવધાની પગલાંરૂપે વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. આગોતરા ધોરણે રાહત કેન્દ્રો ઊભા કરવા પણ તંત્ર સક્રિય છે.
વિશ્વના ટોચના દસ સૌથી ગરમ શહેરોની યાદી
૧. અકોલા (મહા.) ૪૬.૭ ડિગ્રી
૨. ખરગોન (મ.પ્રદેશ) ૪૬.૬ ડિગ્રી
૩. ચંદ્રપુર (મહા.) ૪૬.૫ ડિગ્રી
૪. બ્રહ્મપુરી (મહા.) ૪૬.૪ ડિગ્રી
૫. અમરાવતી (મહા) ૪૬ ડિગ્રી
૬. વર્ધા (મહા.) ૪૬ ડિગ્રી
૭. બાંદા (ઉ.પ્રદેશ) ૪૫.૬ ડિગ્રી
૮. હોશંગાબાદ (મ.પ્રદેશ) ૪૫.૫ ડિગ્રી
૯. કાઓલેક (સેનેગલ) ૪૫.૫ ડિગ્રી
૧૦. ખંડવા (મ.પ્રદેશ) ૪૫.૫ ડિગ્રી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિશ્વના સૌથી ગરમ ૧૫ શહેરોની યાદીમાં ભારતના ૧૩ શહેરો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/worlds-hottest-15-cities/
via Best Gujarati News
0 Comments