હું પછાત નહીં, અત્યંત પછાત જાતિનો છું પણ દેશને આગળ લઈ જઈશ : મોદી
। સીતાપુર ।
પીએમ મોદીએ શનિવારે યુપીનાં સીતાપુર, કન્નોજ અને હરદોઈમાં સભા અને રેલીને સંબોધી હતી જેમાં સપા- બસપા અને આરએલડીનાં ગઠબંધન અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. મોદીએ તેજાબી ચાબખાં મારતા કહ્યું કે સપા અને બસપા ગામના ગુંડાઓને ગુંડાગીરી કરતા રોકી શક્યા નથી તેઓ આતંકીઓને શું રોકવાના? તેઓ કયા મુદ્દા પર વોટ માગશે તેની તેમને જ સમજ પડતી નથી. બુઆ-બબુઆની દુકાન પર તાળાં લગાવ્યા તો હવે તેમણે મહામિલાવટનું નવું કાઉન્ટર ખોલી દીધું છે. કોંગ્રેસ જમ્મુ- કાશ્મીરમાંથી સેનાને હટાવવા માગે છે. તે દેશદ્રોહના ગુનાને પણ હટાવવા માગે છે. શું આવી માનસિકતા ધરાવતા લોકો દેશમાં આતંકવાદ અને નક્સલવાદને હટાવી શકશે ખરા? વિપક્ષના નેતાઓ થોડા સમય પહેલાં એકબીજાના ચહેરા જોવા તૈયાર ન હતા તેઓ આજે ચૂંટણી જીતવા એક થયા છે. સપા અને બસપાએ જ દેશમાં નાત- જાતનાં વાડા ઊભા કર્યા છે અને હવે તેઓ જ આ ચક્રવ્યૂહમાં ફસાયા છે. મોદીએ ગામેગામ અને શહેરોમાં પૂરા હિંદુસ્તાન ચોકીદારનો નારો આપ્યો હતો.
સત્તા માટે તકવાદીઓ સાથે આવ્યા છે
મોદીએ કહ્યું કે યુપીમાં મેં ક્યારેય સપા- બસપા અને કોંગ્રેસને સાથે જોયા નથી. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી અને શરદ પવારને સાથે જોયા નથી. આ લોકો એકબીજાના ચહેરા જોવાનું પણ પસંદ કરતા નથી. તેઓ તકવાદી બનીને આજે સાથે બેઠા છે. આવા તકવાદીઓ તેમનાં મિશનમાં સફળ થશે નહીં.
મોદીનો નવો નારો પૂરા હિંદુસ્તાન ચોકીદાર
પીએમ મોદીએ સભામાં પૂરા હિંદુસ્તાન ચોકીદારનો નવો નારો લગાવ્યો હતો. મોદીએ કહ્યું કે ‘ગાંવ ગાંવ હૈ ચોકીદાર, શહર શહર હૈ ચોકીદાર, ઘર ઘર મેં હૈ ચોકીદાર, બચ્ચે -બૂઢે ચોકીદાર, પૂરા હિંદુસ્તાન ચોકીદાર’ મોદીએ મતદારોને કહ્યું કે, તમે જ્યારે કમળનું બટન દબાવશો ત્યારે આતંકીઓની ઊંઘ ઊડી જશે.
હું ક્યારેય જાતિની રાજનીતિ કરતો નથી : મોદી
મોદીએ પછાત જાતિના મુદ્દે બસપાનાં માયાવતી અને સપાના અખિલેશ યાદવને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, હું ક્યારેય જાતિની રાજનીતિ કરતો નથી પણ વિપક્ષો હાર ભાળી ગયા છે તેથી મને ગાળો આપવા ઊતરી આવ્યા છે. હું પછાત જાતિનો નહીં પણ અત્યંત પછાત જાતિનો છું પણ દેશને આગળ લઈ જઈશ. માયાવતીએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, મુલાયમસિંહ અસલ પછાત જાતિના છે જ્યારે મોદી બોગસ પછાત જાતિના છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ, સપા અને બસપાનો ફક્ત એક જ મંત્ર છે, જાત – પાત જપના, જનતા કા માલ અપના…નમક કિતના ભી કમ ક્યોં ન હો, ખાને મેં ન હો તો અચ્છા ખાના ભી બેકાર હો જાતા હૈ, ખાને મેં નમક પડ જાતા હૈ તો સ્વાદ અચ્છા હો જાતા હૈ.
જનતા હિસાબમાં પાકી છે
મોદીએ કહ્યું કે જનતા લોકોનો હિસાબ કિતાબ રાખવામાં પાકી છે. વહી ખાતામાં એન્ટ્રી પડે ત્યારે આગળ અને પાછળનો હિસાબ કિતાબ કરે છે. અમે સૌને વીજળી, ગેસ, શૌચાલય આપ્યા છે, ૨૦૨૨ સુધીમાં તમામ ગરીબોને પાકું ઘર આપવાનાં છીએ. રેલવે અનેરસ્તાનાં કામ ઝડપી બનાવવાનાં છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હું પછાત નહીં, અત્યંત પછાત જાતિનો છું પણ દેશને આગળ લઈ જઈશ : મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/i-backward-not-extremely-backward/
via Best Gujarati News
0 Comments