દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ ચર્ચા કરી હતી. વડા પ્રધાનની પસંદ, નાપસંદ, કામ કરવાની સ્ટાઇલ, ઘડિયાળ ઊંધી પહેરવાની પદ્ધતિ, કેરીઓ ભાવે છે કે નહીં, ઓછી ઊંઘ છતાં સારા સ્વાસ્થ્યની ખાસિયતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. પહેલી વખત અક્ષયકુમારે રાજકારણથી દૂર રહીને વડા પ્રધાનના અંગત જીવન સાથે સંકળાયેલી કેટલીક બાબતોને કેન્દ્રમાં રાખીને તેમની સાથે ચર્ચા કરી હતી. રાજકારણ સિવાયની તેમની રોજિંદી કામગીરી, જિંદગી અને શોખ તથા અન્ય બાબતો વિશે જાણીએ પણ વડાપ્રધાને ખુલીને વાત કરી હતી.

 

અભિનેતા અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ફેસન સ્ટાઈલને લઈને પણ સવાલ કર્યો હતો. અક્ષય કુમારે પીએમ મોદીને પુછ્યું હતું કે, તમે અડધી બાંયના કુરતા કેમ પહેરો છો?

અક્ષયના આ સવાલનો વડાપ્રધાને બિંદાસ્ત જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, એક નાની બેગમાં જ મારી જીંદગી હતી. હું જાતે જ મારા કપડા ધોતો હતો. હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યાં સુધી જાતે જ પકડા ધોતો હતો. અને બીજું કે આખી બાંયના કુરતા મારી બેગમાં જગ્યા પણ વધારે રોકતા હતાં. માટે કપડા ધોવામાં સરળતા રહે અને બેગમાં જગ્યા પણ ઓછી રોકે તે માટે મેં અડધી બાંયના કુરતા પહેરવાનું શરૂ કર્યું.

વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, આ કારણોસર મેં મારી જાતે જ મારા કુરતાની બાંયો અડધેથી કાપી નાખી હતી. પણ તે આગળ જતા ફેશન બની ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અક્ષયે પુછ્યું કે તમે અડધી બાંયના કુરતા કેમ પહેરો છો? તો PM મોદીએ હસતા હસતા કહ્યું કે… appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/why-do-you-wear-half-sleeve-kurta-akshay-kumar-ask-pm-modi/
via Best Gujarati News

0 Comments