વીડિયો કોલમાં અપૂર્વા એવું તે શું જોઈ હતી કે તેણે રોહિતને ઉતારી દીધો મોતને ઘાટ
રોહિત શેખર હત્યાકાંડની મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે, પત્ની અપૂર્વા તિવારીએ જ રોહિતની હત્યા કરી નાખી હતી. અપૂર્વાએ હત્યાને એ સમયે અંજામ આપ્યો જ્યારે રોહિત ચિક્કાર નશામાં હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે 10 એપ્રિલે રોહિત તેની માતા અને કેટલાક સગાસંબંધીઓ સાથે મતદાન કરવા ઉત્તરાખંડ ગયો હતો. 15 એપ્રિલી રોહિત ઉત્તરાખંડથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં મહિલા સંબંધીઓ સાથે ખુબ જ દારૂ પીધો હતો. બધા દિલ્હી આવી ગયા. સગા સંબંધીઓ પોત પોતાના ઘરે જતા રહ્યાં પણ રોહિત ઘરે પહોંચ્યો નહોતો. રોહિત તેની એક મહિલા મિત્ર સાથે દારૂ પી રહ્યો હતો.
મોડી રાત થવા છતાંયે ઘરે પરત ના ફરતા અપૂર્વાએ રોહિતને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં રોહિત તેની મહિલા મિત્ર સાથે દારૂ પીતો નજરે પડ્યો હતો. આ મહિલા રોહિતની ગર્લફ્રેન્ડ હતી. બંને સાથે મળીને દારૂ પી રહ્યાં હતાં.
આ જોઈ અપૂર્વાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. જ્યારે રોહિત દારૂના નશામાં જ ઘરે આવ્યો ત્યારે અપૂર્વા સાથે તેનો ઝગડો થયો. ઝગડો એટલો વધી ગયો કે અપૂર્વાએ ગુસ્સામાં જ રોહિતનું ગળું દબાવી દીધું હતું. નશામાં હોવાના કારણે રોહિત તેનો પ્રતિકાર કરી શક્યો નહોતો ને તેનું મોત નિપજ્યું હતું. પતિની હત્યા નિપજાવ્યા બાદ અપૂર્વા બીજા રૂમમાં જઈને ઉંઘી ગઈ હતી.
જુઓ આ વીડિયો પણ
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને ગુસ્સો આવે ત્યારે શું કરે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વીડિયો કોલમાં અપૂર્વા એવું તે શું જોઈ હતી કે તેણે રોહિતને ઉતારી દીધો મોતને ઘાટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/whatsapp-video-call-which-forced-apurva-tiwari-to-kill-husband-rohit/
via Best Gujarati News
0 Comments