ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોને કથિત રીતે ષડયંત્ર બતાવા અને સનસનાટીભર્યા દાવાઓની સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ રીતે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેઓ કથિત ષડયંત્ર અને સનસનાટીભર્યા દાવાઓની તપાસ કરશે.

જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની બેંચે કહ્યું કે,‘જેમ દાવો કરવામાં આવ્યો છે કે જો ફિક્સર તેના હિસાબથી ન્યાયતંત્ર સાથે ચેડા કરતા રહે છે તો પછી ન તો સંસ્થાન અને ન અમારામાંથી કોઈ બચી શકશે.’ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર.એફ.નરીમન અને દીપક ગુપ્તાની બેંચે સંપૂર્ણ મામલે ષડયંત્રનો દાવો કરનાર વકીલ ઉત્સવ સિંહ બૈંસને ગુરુવાર સવાર સુધી એક વધુ એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે સુનાવણી દરમિયાન બૈંસે દાવો કર્યો હતો કે તેમની પાસે આ પ્રપંચને સાબિત કરવા માટે વધુ મજબૂત પુરાવા છે. ત્યારે કોર્ટે તેમને આ વિશે એક એફિડેવિટ દાખલ કરવા કહ્યું. બેંચે કહ્યું કે આ મામલે આગામી સુનાવણી ગુરુવારે થશે. જજોએ કહ્યું કે,‘અમે આ વિશે તપાસ ચાલું રાખીશું અને તેના મૂળ સુધી જઈશું. જેમાં કહેવામાં આવ્યું છે કે અમુક ફિક્સર ન્યાયતંત્રની છવિ સાથે ચેડા કરવાની કોશિશ કરી રહ્યા છે. જો તેઓ કામ કરતા રહેશે તો અમારામાંથી કોઈ બચશે નહીં. સિસ્ટમમાં ફિક્સિંગનો કોઈ રોલ હોતો નથી. અમે આની સંપૂર્ણ તપાસ કરીશું.’

રિપોર્ટ પ્રમાણે સુપ્રીમ કોર્ટે કહ્યું કે યૌન શોષણના આરોપોની તપાસ ઇન હાઉસ પેનલ કરશે. જ્યારે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવેલ ષડયંત્રની અલગથી તપાસ થશે. તેના માટે એસઆઈટીની રચના કરવામાં આવે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નર, સીબીઆઈ પ્રમુખ અને આઈબી ડાયરેક્ટરને કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post CJI પર આરોપને લઈને સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કહ્યું- અમે તેના મૂળ સુધી તપાસ કરીશું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/sc-says-will-go-to-the-root-of-claims-of-large-conspiracy-to-frame-cji/
via Best Gujarati News

0 Comments