ચૂંટણી ઘમાસાન વચ્ચે પણ સમય કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારને બિન રાજકીય ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુની ચારેકોર ભારે ચર્ચા છે. તેમાં પણ ખાસ કરીને અક્ષય કુમારના પ્રશ્નો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધારદાર જવાબોની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

અક્ષય સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જીવનના અનેક રહસ્યો પણ ઉજાગર કર્યા છે, જેના વિષે દેશના કરોડો ખુબ ઓછુ જાણે છે અથવા તો જાણતા જ નથી તેમ પણ કહી શકાય. ઈન્ટરવ્યુમાં અક્ષયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાક રસપ્રદ સવાલો પણ પુછ્યાં જેના મોદીએ ખુબ જ રોચક જવાબો પણ આપ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમની માતા હીરાબા પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. હજી ગઈ કાલે જ ગુજરાતમાં મતદાન દરમિયાન માતા હીરાબાના આશીર્વાદ લેવા વડાપ્રધાન તેમના ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા નિવાસસ્થાને ગયા હતાં. આ બાબતે જ અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો.

 

અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુછ્યું હતું કે, તમારૂ આવડુ મોટું ઘર છે. તમને પણ મન થાય છે કે, તમારા માતા અને ભાઈ તમારી સાથે આ ઘરમાં રહે?

આ સવાલનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, જો હું વડાપ્રધાન બનીને ઘરમાંથી બહાર આવ્યો હોત તો મન થાત પરંતુ હું તો ખુબ જ નાની વયે ઘરથી બહાર છું. ત્યાર બાદ જીંદગી ડિટેચ થઈ ગઈ. મારી ટ્રેનિંગ જ કંઈક આ રીતે થઈ છે. એક અવસ્થામાં ઘર છોડ્યું હોત તો મુશ્કેલી જરૂર પડત. જે સમયે ઘર છોડ્યું ત્યારે તકલીફ થઈ હશે પણ હવે જીંદગી આવી જ બની ગઈ છે. મન કરે ત્યારે ક્યારેક માતાને બોલાવી લવ છું અને તેમની સાથે થોડા દિવસો વિતાવુ છું.

પીએમ મોદીએ કહ્યું હતું કે, હું જ્યારે મારી માતાને મળુ છું ત્યારે તેઓ મને સવા રૂપિયો આપે છે. ત્યાર બાદ તે કહે છે કે મારી પાછળ કેમ સમય વેડફે છે. હું ત્યાં શું કરુ. અહીં ગામમાં લોકો આવે છે, વાતો કરે છે. પીએમએ કહ્યું હતું કે, હું તેમને વધારે સમય નથી આપી શકતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેમ તેઓ માતા સાથે નથી રહેતા? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું કારણ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/akshay-kumar-to-pm-modi-in-interview-why-do-not-they-live-with-mother/
via Best Gujarati News

0 Comments