જો કોઈ મંત્રીના મતવિસ્તારમાંથી ઉમેદવાર હાર્યો તો ગયા સમજો : કેપ્ટનની ખુલ્લી ધમકી
લોકસભાની ચૂંટણીને લઈને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની સરકારના મંત્રીઓને રીતરસરની ચેતાવણી આપી દીધી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના મંત્રીઓને સ્પષ્ટ કહી દીધું છે કે, જે મંત્રીઓના વિસ્તારમાંથી કોઇ પાર્ટી કેન્ડિડેટ હાર્યો તો તે મંત્રીઓનું કેબિનેટ પદ છીનવી લેવામાં આવશે.
કેપ્ટને જણાવ્યું કે, આ આદેશ પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આપ્યા છે. પાર્ટી શીર્ષ નેતૃત્વએ કહ્યું છે કે, જો કોઇ મંત્રી પોતાના વિસ્તારમાંથી સાંસદ ઉમેદવારને જીતાડવામાં નિષ્ફળ રહ્યો તો તેને પોતાની નોકરીથી હાથ ધોવાનો વારો આવશે.
Punjab CM & Congress leader Captain Amarinder Singh: As per the high command’s decision, incumbent ministers in Punjab who do not succeed in ensuring a victory for the Congress, specially from the constituencies they represent, will be dropped from the cabinet. (file pic) pic.twitter.com/ildVZej0xO
— ANI (@ANI) April 24, 2019
2014ની લોકસભા ચૂંટણી દરમિયાન પંજાબમાં કોંગ્રેસનું પ્રદર્શન તદ્દન ખરાબ રહ્યું હતું. રાજ્યની 13 બેઠકોમાંથી કોંગ્રેસ પાર્ટી માત્ર 3 સીટ જ જીતી શકી હતી. ત્યારે ખુદ કેપ્ટન અમરિંદર સિંહ ભાજપના નેતા અરુણ જેટલી સામે અમૃતસર સીટ પર ઉભા હતા. હાઇપ્રોફાઇલ આ મુકાબલામાં અમરિંદરે અરુણ જેટલીને હરાવ્યા હતા.
હવે કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યના મુખ્યમંત્રી છે. 2014માં પાર્ટી માટે ગત વિધાનસભાની સ્થિતિ અલગ હતી, જ્યારે આજે રાજ્યમાં પણ કોંગ્રેસની સરકાર છે. એવામાં કોંગ્રેસ સંપૂર્ણ જોર લાગાવ્યું છે કે રાજ્યમાં પ્રદર્શનને વધુ સારું કરવામાં આવે. રાજ્યમાં પાર્ટીની પાસે એક મોટા ચહેરા તરીકે સીએમ અમરિંદર સિંહ છે. યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી સહિત રાજ્યમાં અનેક સીટ પર કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર છે. માટે માનવામાં આવે છે કે શીર્ષ નેતૃત્વના મંત્રીઓ પર જીતનું દબાણ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે
જુઓ આ વીડિયો પણ
પ્રધાનમંત્રીને નાનપણમાં આ રમત રમતાં હતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જો કોઈ મંત્રીના મતવિસ્તારમાંથી ઉમેદવાર હાર્યો તો ગયા સમજો : કેપ્ટનની ખુલ્લી ધમકી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/ministers-mlas-to-be-made-accountable-for-congress-candidates-performance-captain-amarinder-singh/
via Best Gujarati News
0 Comments