બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે તાજેતરમાં ટ્વીટ કરી કહ્યું હતું કે તેઓ કંઇક એવું કરવાના છે જે પહેલા ક્યારે તેમને કર્યું નથી. જ્યારે હવે ખુદ અક્ષર કુમારે તેમના વેરિફાઇડ ટ્વિટ હેન્ડલથી આ વિશે ખુલાસો કર્યો છે. અક્ષય કુમારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ટીઝર પોસ્ટ કર્યું છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ લેતા નજરે આવી રહ્યા છે.

અક્ષય કુમારે આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે,‘જ્યાં સંપૂર્ણ દેશ ઇલેક્શન અને પોલિટિક્સની વાત કરી રહ્યો છે ત્યારે આ એક રાહત જેવું છે. પીએમ મોદી સાથે આ કેન્ડિડ અને બિન રાજકીય ઇન્ટરવ્યૂ કરીને હું પોતાને નસીબદાર માની રહ્યો છું. વડાપ્રધાન સાથે ના સાંભળી હોય એવી વાતો જાણવા માટે કાલે @ANI પર સવારે 9 વાગે આ જુઓ.’

પ્રોમોના વીડિયોમાં અક્ષય કુમાર પીએમ મોદીથી પૂછી રહ્યા છે કે,‘જેમ હું મારા ઘરમાં મારી માતા સાથે રહું છું, શું તમારું મન કરે છે કે તમારા બધા સંબંધીઓ સાથે તમે રહો?’ આ સવાલનો જવાબ આપતા પીએમ મોદી કહે છે કે,‘મેં મારી નાની ઉંમરમાં બધું છોડી દીધું છે. ખૂબજ નાની ઉંમરે. જેમ મારી માતા મને કહે છે કે તમે કેમ મારી પાછળ સમય ખરાબ કરી રહ્યા છો.’

પીએમ મોદીએ પણ કહી આ વાત:

પીએમ મોદીએ પણ તેમના ટ્વિટર એકાઉન્ટથી આ પ્રોમોને શેર કર્યો અને લખ્યું કે,‘પોલિટિક્સ અને ઇલેક્શન છોડી અન્ય વિષયો પર તમારી સાથે વાત કરી સારું લાગ્યું. મને વિશ્વાસ છે કે લોકોને અમારી વાતચીત ગમશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અક્ષય કુમારે લીધું PM મોદીનું ઈન્ટરવ્યૂ, ‘મા’ના સવાલ પર આપ્યો આ જવાબ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/akshay-kumar-shared-promo-of-interview-with-pm-modi-on-social-media/
via Best Gujarati News

0 Comments