બોલીવુડ અભિનેતા રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણથી કેટલો પ્રેમ કરે છે તે આપણે દરેક લોકો જાણીએ છીએ. પત્નીના પ્રેમમાં રણવીર સિંહ દીપિકાને ઇજહાર એ ઇશ્ક વ્યક્ત કરવાની તક છોડતા નથી. રણવીર, દીપિકાને લઇને થઇને ખૂબ પ્રોટેક્ટિવ પણ રહે છે. હાલમાં દીપિકા-રણવીર તેના કોઇ નજીકના સંબંધીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં દરેક લોકોની નજર દીપિકા રણવીર સિંહ પર જ હતી.

મુંબઇમાં આયોજિત એક મેરેજ ફંકશનમાં આવેલા દરેક મહેમાનની નજર દીપિકા અને રણવીર પર જ હતી. જોકે આ લગ્નમાં રણવીરના હાથમાં દીપિકાના સેન્ડલ જોવા મળ્યા અને દીપિકા મહેમાનોથી મુલાકાત કરતી જોવા મળી. હાથમાં પત્નીના સેન્ડલ જોઇને દરેક લોકોએ ફોટો ક્લિક કરી લીધો છે, અને તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જેને જોઇને દરેક લોકો દીપિકાને ભાગ્યશાળી કહી રહ્યા છે.

જણાવી દઇએ કે લગ્ન દરમિયાન આ ત્યારે બન્યું જ્યારે દીપિકાને મંડપમાં બોલાવવામાં આવી. જ્યાં તેને ચંપલ વગર જવાનું હતું. ત્યારે દીપિકાના પતિ રણવીરે હાથમાં સેન્ડલ લઇ લીધા અને તે મંડપની આસપાસ ફરી રહ્યા હતા. આ ફંક્શનમાં રણવીરના કપડાને લઇને ચર્ચા થઇ રહી હતી. જેમા દીપિકાએ ક્રીમ કલરની ડિઝાઇનર સાડી પહેરી હતી જ્યારે રણવીરે બ્લેક કલરની શેરવાની અને પાયાજામો પહેર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લગ્નમાં રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણના સેન્ડલ હાથમાં લઇને જ ફર્યો appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/ranveer-singhs-wife-deepika-padukones-sandal-in-hand/
via Best Gujarati News

0 Comments