દેશનાં 500 સ્થળ પર ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેઇન અંતર્ગત વિડીયો કૉન્ફર્સન દ્વારા લોકોને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ એકવાર ફરી સત્તામાં આવવા પર પોતાની સરકારનો પ્લાન પણ જણાવ્યો. આ ચૂંટણીમાં પહેલી વખત વૉટ આપવા જઇ રહેલી અરૂણાચલ પ્રદેશની એક વિદ્યાર્થિનીએ પીએમ મોદીને પુછ્યું કે આખરે અમે તમને વૉટ શા માટે આપીએ? તમારે જણાવવું જોઇએ કે આવતા 5 વર્ષમાં તમારી સરકાર શું કરશે? આ પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે, “અત્યાર સુધી અમે સુવિધાઓનાં ખાડા પુરવાનું કામ કર્યું અને હવે આગળ આકાંક્ષાઓને પુરી કરીશું.” પીએમ મોદીએ કહ્યું કે, “છેલ્લા 5 વર્ષોમાં મે જરૂરિયાતોને પૂર્ણ કરવાની પ્રાથમિકતા આપી. ટૉઇલેટ, વીજળી, પાણી, ગામડાઓમાં રસ્તાઓ, રેસ, એરપૉર્ટને પુરા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં જે ઉણપ રહી ગઇ તેને પૂર્ણ કરવાની છે અને આવતા 5 વર્ષોમાં અમારું ફૉકસ આકાંક્ષાઓને પુરી કરવા પર હશે.”

ભ્રષ્ટાચારીઓને જેલનાં દરવાજે લાવ્યા, હવે આગળ એક્શન

ખેડૂતોની આવક બમણી કરવાને લઇને પીએમ મોદીએ કહ્યું કે, “અમે 2022 સુધી આ લક્ષ્યને પાર કરી લઇશું. હું 2014થી 2019 સુધી કેટલાક લોકોને જેલનાં દરવાજા સુધી લઇને આવ્યો. આવનારા સમયમાં દેશનાં લોકોને લૂંટનારાઓ પ્રત્યે કડકાઇપૂર્વક કાર્યવાહી કરીશું. દેશને 5 ટ્રિલિયન ઇકૉનોમી બનાવવા તરફ લઇ જવો છે. આ ઉપરાંત ભારતની એજ્યુકેશન સીસ્ટમને ગ્લોબલ બેંચમાર્ક પર લઇ જવી છે. આ વખતનાં મારા 5 વર્ષ ખાડાઓ ભરવામાં લાગી ગયા. હવે આવતા 5 વર્ષ દેશને ગતિ આપવામાં પર કામ કરીશ.”

નહેરૂ-ગાંધી પરિવારને ગણાવ્યો ગરીબી માટે જવાબદાર

પીએમ મોદીએ પોતાનું લક્ષ્ય ગણાવવાની સાથે સાથે વિપક્ષનાં ચૂંટણી વાયદા પર પણ પ્રહાર કર્યો. પીએમ મોદીએ એક સંત અને તેના શિષ્યની વાર્તા સંભળાવતા કહ્યું કે, “તમારે તેમના ટેપ રેકૉર્ડની જગ્યાએ ટ્રેક રેકૉર્ડને જોવો જોઇએ. તેમની 4 પેઢીઓએ શાસન કર્યું અને દેશમાં ગરીબી વધતી જ ગઇ. દેશનાં પહેલા પ્રધાનમંત્રીએ ગરીબી દૂર કરવાનો વાયદો કર્યો અને ગરીબી વધતી ગઇ. પછી તેમની દીકરી આવી અને ગરીબી દૂર કરવાનો નારો આપીને ગરીબી વધારી. પછી દીકરીનાં દીકરાએ આવું કર્યું અને પછી એ દીકરાની પત્નીએ રીમોટ સરકાર ચલાવીને ગરીબી વધારી. હવે શહેઝાદા આવ્યા છે અને ગરીબી દૂર કરવાની વાત કરી રહ્યા છે. આપણે આવા લોકો છુટકારો મેળવવો પડશે.”

ગુરૂ-ચેલાની વાર્તા સંભળાવીને કૉંગ્રેસ પર કર્યો પ્રહાર

પીએમ મોદીએ એક વાર્તા સંભળાવતા કહ્યું કે, “એક સંત-મહાત્મા હતા. તેમની પોતાની એક પહોંચ હતી. કોઇકે વિદેશમાં તેમની ઘણી પ્રશંસા સાંભળી હતી, તો તેમણે તેમની સાથે પત્ર વ્યવહાર કર્યો અને ભારત આવ્યા. તે આવ્યા તો ગુરૂજીનાં શિષ્યોએ તેમને ફાઇવ સ્ટાર હૉટલમાં રાખ્યા. તે મજાથી રહેવા લાગ્યો અને આશ્રમનાં લોકો પૈસા આપી રહ્યા હતા, પરંતુ ગુરૂ પાસેથી શિક્ષા નહોતો લઇ રહ્યો અને મોજ કરી રહ્યો હતો. ત્યારબાદ તે ઘણા લાંબા સમય સુધી બેઠેલો રહ્યો. ગુરૂ મંત્ર લેવાથી બચતો રહ્યો. અંતમાં એક દિવસ ગુરૂજીનાં શિષ્યોએ કહ્યું કે આજે ગુરૂ મંત્ર લઇલો નહીં તો ફરી તક મળશે નહીં. અંતમાં તેણે થાકી-હારીને ગુરૂ મંત્ર લીધો. ગુરૂએ જ્યારે મંત્ર આપ્યો તે ચેલાઓએ કહ્યું કે તમારે ગુરૂ દક્ષિણા આપવી જોઇએ. તે હલતો જ નહોતો. જ્યારે બધાએ દબાવ નાંખ્યો ત્યારે તે ઉભો થયો અને ગુરૂજીનાં કાનમાં કંઇક બોલ્યો અને પછી બેસી ગયો. હોટલ ગયો તો ચેલાઓએ કહ્યું કે તે ગુરૂજીને શું આપ્યું? તેણે કહ્યું કે તેમણે મને કાનમાં કહ્યું હતુ કે તને મોક્ષ આપ્યો તો મે તેમને કાનમાં કહ્યું કે તમને વૉશિંગ્ટન અને ન્યૂ યૉર્ક.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post વિદ્યાર્થિનીએ પુછ્યું કે અમારે તમને કેમ મત આપવો જોઇએ? તો PM મોદીએ જણાવ્યો પ્લાન appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-spoke-about-his-plan-for-next-five-years-as-pm/
via Best Gujarati News

0 Comments