લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને હાલ તમામ રાજકીય પક્ષો કમરકસીને પ્રચાર ચાલુ કરી દીધો છે. રાજનીતિક પાર્ટીઓમાં નેતાઓ પ્રચાર કરવા લાગ્યા છે. આજે “મેં ભી ચોકીદાર” અભિયાન હેઠળ વડાપ્રધાન મોદી આજે 500 સ્થળો પર કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન મોદીએ ભારત માતા કી જયનાં નારા સાથે શરૂઆત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર દેશમાં આશરે 500થી પણ વધારે સ્થળો પર આ પ્રકારે દેશ માટે કંઇક કરવાના પ્રયાસો કરી રહેલા દેશનાં સન્માનમાં જ પોતાનો ગર્વ અનુભવ કરનારા લાખો લોકો સાથે ટેક્નીકના માધ્યમથી મને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. 

2013-14માં જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી, હું દેશ માટે નવો હતો. આલોચકોના લીધે મારી પ્રસિદ્ધી વધારે થતી ગઈ , હું તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરુ છુ કારણ કે તેમનાં કારણે જ જનતામાં જીજ્ઞાશા પેદા થઇ છે.

મોદીએ સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે, 2014માં બીજેપીએ મને જવાબદારી સોંપી ત્યારબાદ મને દેશના ખૂણે-ખૂણે જવાની તક મળી. ત્યારે મેં દેશના લોકોને કહ્યું હતું કે તમે દિલ્હીની જવાબદારી જે મને આપી રહ્યા છો તેનો અર્થ છે કે તમે એક ચોકીદાર બેસાડી રહ્યા છો. મને વિશ્વાસ છે કે દેશની જનતા ચોકીદાર પસંદ કરે છે. દેશની જનતાને રાજા-મહારાજાઓની જરૂર નથી અને તેથી મને ખુશી છે કે ચોકીદારનો ભાવ નિરંતર વિસ્તાર થતો જઈ રહ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ના નારાના જવાબમાં વડાપ્રધાન મોદીએ 16 માર્ચે આ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજેપી નેતાઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ જોડી દીધો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોદી ‘મેં ભી ચોકીદાર’ અભિયાનને આગળ વધારી રહ્યા છે.

આવતી વખતે 130 કરોડ હિન્દુસ્તાની શપથ લેશે : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 2019માં હવે તેઓ શપથ લેશે તો, શપથ એકલા મોદી નહીં લે. 130 કરોડ હિન્દુસ્તાની લેવાના છે. અને સૌથી મોટી એ શપથ હોય છે કે, આપણે અધિકાર અને કર્તવ્યમાં સંતુલન રાખીએ.

 જેઓએ દેશને લૂંટ્યો તેઓએ પાઈ-પાઈ પાછી આપવી પડશે : PM મોદી

ગ્વાલીયરની એક મહિલા શિક્ષકને ભ્રષ્ટ્રાચાર પર જવાબ દેતા પીએમ મોદીએ કહ્યું કે, જેમણે દેશને લૂંટ્યો છે. તેઓએ પાઈ – પાઈ પાછી આપવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે, 2014 પછી ભ્રષ્ટાચારીઓને જેલના દરવાજા સુધી લઈ આવ્યા છે. આ લોકોનો આખરી નિર્ણય 2019 પછી થશે. પીએમએ કહ્યું કે,  શિક્ષક  મોટો ચોકીદાર હોય છે. તેઓ આવવા વાળી પેઢીની સુરક્ષા કરે છે. આવા ચોકીદારોને તેઓ નમસ્કાર કરે છે. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ વાયદો કરે છે કે, ભ્રષ્ટાચારીઓ પર કડક પગલા લેશે.

ભ્રષ્ટાચારના આરોપીઓને મહેલમાં રાખશું શું ? PM મોદી

અમુક લોકો વિદેશની અદાલતોમાં કહે છે કે, ભારતની જેલોની સ્થિતિ સારી નથી. હવે તેમને મહેલમાં કોઈ થોડા રાખશે, અંગ્રેજોએ ગાંધીજીને જે જેલમા રાખ્યા હતાં. હું તેઓને તેનાથી સારી જેલ ન આપી શકું. : PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વનો કોઇ નેતા હવે મારી સાથે હાથ મિલાવે છે અથવા તો ગળે મળે છે, તો તેને મોદી નથી દેખાતો પરંતુ પુર્ણ બહુમતીવાળી સરકાર સ્વરૂપે સવાસો કરોડ દેશવાસીઓ દેખાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા માટે ચૂંટણી નહી દેશ પ્રાથમિકતા છે. તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે, અમે આતંકવાદીઓ તેમની જ ભાષાણાં તેમની જ જમીન પર જવાબ આપીશું. 

PMએ કહ્યુ કે, જો મોદી પોતાના રાજનીતિક ભવિષ્ય અંગે વિચારે તો મોદી ન હોત. તેમણે કહ્યું કે, જો કોઇ આ રાજનીતિક પેતરાબાજીથી દેશ ચલાવવાનો હોત તો મોદીની દેશને કોઇ જ જરૂર નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમમથી 500 કરતા વધારે સ્થળો પર લાખો લોકો સાથે સંવાદન કરવાની તકમળી. આ દરમિયાન તેમણે ત્યાં હાજર લોકોના સવાલોનાં પણ જવાબ આપ્યા. 

ચોકીદાર એક સ્પિરિટ છે, એક ભાવના છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચોકીદાર ન કોઇ વ્યવસ્થા છે, ન કોઇ યુનિફોર્મની ઓળખ છે ન કોઇ ઉંબર પર બંધાયેલું છે. ચોકીદાર એક સ્પિરિટ છે એક ભાવના છે. 

વડાપ્રધાને કહ્યું કે, રાજનીતિક હીતથી ઉપર ઉઠીને નફા નુકસાનને સાઇડમાં મુકીને દેશને સૌથી ઉપર રાખ્યો. વડાપ્રધાન મોદીએ બાલકોટ હુમલા અંગે સવાલ પર આ ઉતર આફ્યો. તેમણે કહ્યું કે, પૂર્ણ બહુમતીની સરકાર દેશ માટે ખુબ જ મહત્વપુર્ણ છે. વિશ્વમાં ભારતનો અવાજ સુનવણી આપવાનો સીધો અર્થ બહુમતીની સરકાર છે. તેમણે કહ્યું કે, બહુમતીની સરકારનાં આવા આકરા નિર્ણયો લઇ શકે છે. 

લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક લોકોનાં વિકાસ નથી થઇ શકતો. આ વિકાસ બૌદ્ધીક સ્તર પર અટકી જાય છે. તેમણે કહ્યું કે, દેશની જનતા મને ચોકીદાર તરીકે પસંદ કરે છે. જનતાને રાજા મહારાજા પસંદ નથી. તેમણે કહ્યું કે, ચોકીદાર ન કોઇ વ્યવસ્થા છે ન કોઇ યુનિફોર્મ છે. તેમણે કહ્યું કે, ચોકીદાર એખ ભાવના છે. આ ભાવના દેશની જનતામાં સતત વધારો કરી રહી છે. 

પાકીસ્તાન પોતાની મોત મરશે – PM મોદી

પાકીસ્તાન અને રાષ્ટ્રીય સુરક્ષા પર PM મોદીએ કહ્યું કે, તેમણે દેશમાં એક માહોલ બનાવ્યો છે. અને આગળ પણ આવોજ માહોલ બનાવવો છે. કેમકે આપણે દુનિયાની બરાબરી કરવી છે. આપણે બહુ બધો સમય ભારત – પાકીસ્તાન કરવામાં વિતાવી દીધો. અરે તેઓ પોતાની મોત મરશે તેને છોડી દો, આપણે આગળ વધવાનું છે, આપણે તેના પર જ ધ્યાન રાખવું જોઈએ.

કોગ્રેસનું જુઠ્ઠાણું સિઝનલ હોય છે – PM મોદી

PM મોદીએ કહ્યું કે, કોગ્રેસનું જુઠ્ઠાણું સિઝનલ હોય છે. સિઝનના હિસાબે તેઓ ખોટું બોલે છે. PM મોદીએ ઉમેર્યું કે, કોગ્રેસના જુઠ્ઠાણાનો જવાબ દેવો ખુબ આસાન છે. તેઓએ કહ્યું કે, તમે સાચુ બોલો સતત સાચું બોલો કોંગ્રેસને જવાબ મળી જશે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પાકિસ્તાન પોતાના મોતે મરશે, આપણે આગળ વધીશું : PM મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pakistans-will-die-we-will-go-ahead-pm-modi/
via Best Gujarati News

0 Comments