News@06PM: શાહે કહ્યું, “રાહુલ હારનાં ડરે કેરળ ભાગ્યા”, ચૂંટણીને લઇ બાબા રામદેવનું મહત્વનું નિવેદન
લોકસભા ચૂંટણીનો માહોલ હવે તીવ્ર જોવા મળી રહ્યો છે, ત્યારે આ લોકસભામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર 2 લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડવા જઇ રહી છે. આને લઇને અમિત શાહે કહ્યું કે, “રાહુલ ગાંધી અમેઠીમાં પરાજયથી ડરી રહ્યા છે અને આ કારણે તેઓ કેરળ ભાગ્યા છે.” તો બીજી તરફ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર જ કેમ પસંદગી ઉતારી તેનું પણ કારણ છે. 2009ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ બેઠક પર કૉંગ્રેસે જીત મેળવી હતી. તો 2014માં પણ કૉંગ્રેસનો અહીં વિજય થયો હતો. બીજી તરફ ગુજરાત આવેલા બાબા રામદેવે ચૂંટણીને લઇને કહ્યું છે કે, “ચૂંટણીને રાજધર્મ તરીકે જોવી જોઇએ અને રાજનીતિનાં યુદ્ધમાં રાષ્ટ્રનું કલ્યાણ થવું જોઇએ.” સહિતનાં સમાચાર વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.
વધુ વાંચવા કરો ક્લિક-1: રાહુલ ગાંધી અમેઠીમાં પરાજયના ડરે ફફડી ઉઠ્યા એટલે કેરળ તરફ ભાગ્યા : અમિત શાહ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર બે લોકસભા બેઠકોથી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. આ બાબતે અમિત શાહે તેમને જોરદાર ટોણોં માર્યો છે. શાહે ઉત્તર પ્રદેશના ધામપુરમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાં હારવાના ડરના કારણે વાયનાડ ભાગી ગયા જેથી કરીને ધ્રુવીકરણ દ્વારા જીત મેળવી શકે. શાહે હિન્દુ આતંકવાદને લઈને પણ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતાં.
વધુ વાંચવા કરો ક્લિક-2: રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર જ કેમ પસંદગી ઉતારી, જાણો આખુ ચૂંટણી ગણિત
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી ઉપરાંત કેરળના વાયનાડ લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડશે. આ બેઠક પર હાલ કોંગ્રેસનો કબજો છે અને 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ આ બેઠક કોંગ્રેસના ફાળે જ ગઈ હતી. હવે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડવાના હોય સૌકોઈની નજર અહીં આવીને અટકી છે. તો રાહુલ ગાંધીએ કેમ વાયનાડ બેઠક પર જ પસંદગી ઉતારી? આ માટે તેના ચૂંટણી સમીકરણ પર કરો એક નજર.
વધુ વાંચવા કરો ક્લિક-3: લોકોને હાથ મિલાવી રહ્યા હતા મહિલા નેતા, ચોરે હાથમાંથી ખેંચી લીધી મોંઘી વીંટી, જુઓ વિડીયો
વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીનાં લીડર જગન મોહન રેડ્ડીનાં બહેન શર્મીલા રેડ્ડીએ અભિયાન શરૂ કરી દીધું છે. લોકો દ્વારા તેમના કેમ્પઇનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે આ દરમિયાન તેમને ખરાબ અનુભવ પણ થયો છે. જ્યારે તેઓ બસમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે લોકો સાથે હાથ મિલાવ્યો હતો.
વધુ વાંચવા કરો ક્લિક-4: બાબા રામદેવે સુરતમાં ચૂંટણીને લઇને આપ્યું મોટું નિવેદન, જાણો દેશ વિશે શું કહ્યું?
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. દરરોજ એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, ત્યારે બાબા રામદેવ આજે સુરતના મહેમાન બન્યા હતા. બાબા રામદેવ વરાછા રોડ ખાતે પતંજલી પરિધાનના ઉદ્ધઘાટન પ્રસંગે આજે તેઓ સુરતના મહેમાન બન્યા હતા.
વધુ વાંચવા કરો ક્લિક-5: માણસ તો ઠીક ભગવાન પણ સુરક્ષિત નથી, મહુવાના પ્રસિદ્ધ જૈન મંદિરમાંથી લાખોની ચોરી
સુરત જિલ્લાના તાલુકા મથક મહુવા ખાતે બાહ્મણ ફળિયાના ભરચક વિસ્તારમાં આવેલા અતિપ્રસિદ્ધ શ્રી1008 શ્રી વિધ્નેશ્વર પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી ગત રાત્રિના સમયે પાછળના ભાગથી ઘૂસેલા તસ્કરો એક સાથે 600થી 800 વર્ષ જૂની પંચધાતુની 20 જેટલી અતિમૂલ્યવાન મૂર્તિઓ અને 9 જેટલા સોનાનું પાણી ચઢાવેલા ચાંદીના છત્રો ચોરી કરી જવાના બનાવથી ભારેચકચાર મચી ગઇ છે. અને જૈન સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનાં લગ્નને લઇને અરબાઝ ખાને આપ્યો જોરદાર જવાબ
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર 19 એપ્રિલનાં રોજ લગ્ન કરવા જઇ રહ્યા છે. આ વિશે ભલે કપૂર ખાનદાન મૌન હોય, પરંતુ તાજેતરમાં આ પ્રશ્નનો જવાબ મલાઇકા અરોરાનાં ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાને આપ્યો છે. સોશિયલ મીડિયા પર અરબાઝનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અરબાઝ ખાનને મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં લગ્નને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: Photos: લગ્ન પહેલા માતા બનવા જઇ રહી છે આ બોલીવુડ એક્ટ્રેસ, શેર બેબી બમ્પની તસવીર
બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન પોતાના બૉયફ્રેન્ડ જૉર્જ પાનાયિટૂ સાથે લાંબા સમયથી રીલેશનશિપમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરશે, પરંતુ લગ્ન પહેલા એમી જેક્સને રવિવારનાં રોજ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નેન્સીનાં સમાચાર શેર કરીને સૌને ચોંકાવી દીધા છે. એમી જેક્સને બૉયફ્રેન્ડ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં એમીનું બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: 1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થતાં શેરબજારમાં થશે મોટો ફેરફાર
1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની છે. આ નવા નાણાંકીય વર્ષમાં સામાન્ય લોકોને રાહત મળવાની છે. સાથે સાથે મોંઘવારીનો માર પણ પડશે. નવા નિયમથી એક બાજુ એપ્રિલમાં મોટા ફેરફાર થશે જેમાં ઇનકમ ટેક્સમાં રાહત મળશે. એનપીએસ વધારે આકર્ષક થશે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો તમારા માટે આ જાણકારી જાણવી જરૂરી છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: આ એરલાઇન્સ કંપનીના પાઇલટ 1 એપ્રિલથી વિમાન નહીં ઉડાવે, કારણ જાણી રહેશો દંગ
આર્થિક સંકટનો સામનો કરી રેહલી જેટ એરવેઝ કંપની પર હજી પણ ખતરાના વાદળો ઘેરાયાં જોવા મળી રહ્યાં છે. જેટ એરવેઝના એક હજારથી વધારે પાયલટ 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કરી ચૂક્યાં છે. આ પાયલટોને છેલ્લા કેટલાંક મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પાયલટો દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે એરલાઇન બેંકમાંથી રકમ મેળવવામાં નિષ્ફળ ગઇ.
વધુ વાંચવા કરો ક્લિક-10: ગંભીર બીમારીથી ઝઝૂમતી વ્યક્તિના અવસાનની આગાહી હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે છૈં ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ ક્યારે મૃત્યુ પામશે, તેની આગાહી કરવા સક્ષમ હોવાનું સંશોધનમાં જણાયું છે. વિજ્ઞાનીઓ અને તબીબએ પાંચ લાખ લોકોના ડેટાનો ઉપયોગ કરીને કોણ વહેલા મૃત્યુના જોખમ હેઠળ છે, એવી આગાહી કરી શકાય એવું ટૂલ વિકસાવ્યું છે.એ માટે દર્દીના પરિવારની રોગ અંગેની હિસ્ટ્રી તેમજ કેટલું મીઠું આહારમાં લો છો, કઈ દવા લો છો અને કયું સનસ્ક્રીન પહેરો છો, એવી વિગતોને ઉપયોગમાં લેવાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post News@06PM: શાહે કહ્યું, “રાહુલ હારનાં ડરે કેરળ ભાગ્યા”, ચૂંટણીને લઇ બાબા રામદેવનું મહત્વનું નિવેદન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/headlines-at-6pm-on-31st-march-2019/
via Best Gujarati News
0 Comments