એવું તે શું થયું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહેવું પડ્યું કે, ‘હું જ છું, મારૂ ભૂત નહીં’
મોટા ભાગે પોતાના ટ્વિટર પર વિદેશમાં રહેનારા ભારતીયોની મદદ કરી સમસ્યાનું સમાધાન કરનારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે આખરે એવું તે શું થયું કે તેમણે કહેવું પડ્યું કે, ‘આ હું જ છું, મારૂ ભૂત નહીં’.
હજી ગઈ કાલે જ યૂઝર્સે સુષમા સ્વરાજને લખ્યું કે ‘મેમ, મને લાગે છે કે તમે અમારા વિદેશ મંત્રી છો, ભાજપમાં એકમાત્ર સમજદાર, તમે પોતાની જાતને ચોકીદાર કેમ કહો છો ?’ આ સવાલના જવાબમાં સુષમા સ્વરાજે જવાબ આપ્યો કે ‘કારણ કે હું ભારતના હિત અને વિદેશમાં સ્થિત ભારતીયોની ચોકીદારી કરી રહી છું’
હવે આજે બીજા દિવસે એક ટ્વીટર યૂઝર્સે @samitpadhyએ સુષમા સ્વરાજને ટેક કરી લખ્યું કે ‘નિશ્ચિત જ આ ટ્વીટ સુષમા સ્વરાજ નથી કરતી, કોઇ તેમનો પબ્લિક રિલેશનનો માણસ અથવા મહિલા છે, જેમના દ્વારા આ ટ્વીટ કરવામાં આવી રહ્યાં છે, જેના તેઓને પૈસા મળે છે’
Rest assured – it's me, not my ghost. https://t.co/qxCeKUJ0uJ
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 31, 2019
આ ટ્વિટ પર હંમેશાની માફક આજે પણ સુષમા સ્વરાજ ફરી એકવાર ટ્વીટર પર સક્રિય થયા હતાં. તેમને તુરંત જ જવાબ આપતા કહ્યું હતું કે, વિશ્વાસ કરો, આ હું જ છું, મારૂ ભૂત નહીં.
શનિવારે સુષમા સ્વરાજે ટ્વીટ કરી જણાવ્યું કે જર્મનીમાં મ્યૂનિખ પાસે એક અપ્રવાસીએ ભારતીય દંપતી પર ચાકુથી હુમલો કર્યો, જેમાં પુરષનું મોત થયું જ્યારે તેની પત્ની ઘાયલ છે. સુષમા સ્વરાજે કહ્યું હતું કે તેઓએ મ્યૂનિખમાં ભારતીય દૂતાવાસને દંપતીના બે બાળકોની દેખરેખ રાખવાનું કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post એવું તે શું થયું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહેવું પડ્યું કે, ‘હું જ છું, મારૂ ભૂત નહીં’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rest-assured-its-me-not-my-ghost-mea-minister-sushma-swaraj/
via Best Gujarati News
0 Comments