ઘાટીમાં હ્યુમન શિલ્ડ બનાવવાથી ચર્ચામાં આવેલા  મેજર લીતુલ ગોગોઈના વિરૂદ્ઘ કોર્ટ માર્શલની પ્રક્રીયા પુર્ણ થઈ ગઈ છે. શ્રીનગરની એક સ્થાનિક મહિલા સાથે દોસ્તી રાખવાના આરોપમાં તેમનું આગળનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું છે. મેજર ગોગોઈએ 2017માં પત્થરબાજી કરવા વાળા યુવકને જીપ આગળ બાંધવાના ના કારણથી વિવાદોમાં આવ્યા હતાં. મેજર ગોગોઈના ડ્રાઈવર સમીર મલ્લા સામે પણ કશ્મીરમાં કોર્ટ માર્શલ થયો છે. મલ્લાને ડ્યુટીથી ગાયબ રહેવામાં દોષી ઠેરવવામાં આવ્યો છે. તેમને કડક સજા કરવામાં આવી શકે છે.

આ મામલે ચાલી રહ્યું હતું  કોર્ટ માર્શલ

23 મે 2018ના ત્યારે વિવાદ થયો જ્યારે એ ખબર ફેલાઈ કે એક ઓફીસરને 18 વર્ષની છોકરી સાથે સ્થાનિક હોટલમાં પોલીસે ધરપકડ કરી, જે યૌન શોષણના આશંકાથી હોટલમાં લાવ્યો હતો. મામલો ત્યારે વધુ ચગ્યો જ્યારે એ ખબર પડી કે હોટલથી પકડાયેલો ઓફીસર મેજર લીતુલ ગોગોઈ છે. જેણે હ્યુમન શિલ્ડ બનાવ્યું હતું. જોકે છોકરીએ કહ્યું કે, તે પોતાની મરજીથી મેજર સાથે આવી હતી. તે બંન્નેની દોસ્તી ફેસબુક દ્વારા થઈ હતી. જ્યાં મેજરે પોતાનું નામ ઉબૈદ અરમાન ખાન લખી રાખ્યું હતું. ઘટના પછી આર્મી ચીફ બીપીન રાવતે કહ્યું કે, જો મેજર ગોગોઈ દોષી સાબિત થશે. તો તેમને કડક સજા કરવામાં આવશે.  

હ્યમન શિલ્ડ બનાવીને ગોગોઈ ચર્ચામાં આવ્યા

મેજર 2017માં ટેરીટોરીયલ આર્મીમાં ભરતી થયા. તે પછી તેઓ રાષ્ટ્રીય રાઈફલના 53 સેક્ટરમાં તૈનાત થયાં. 9 એપ્રિલ 2017માં સેંટ્રલ કાશ્મીર બડગામ નિવાસી ફારૂક અહમદ ડાર પેટાચૂંટણીમાં પોતાનો મત નાખ્યા પછી, બાજુ ના ગામમાં એક સગાના મોતના અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહ્યા હતાં. ત્યારે તેમને રોકીને તેમની બાઈક ઉપરથી ઉતરવા કહ્યું. જે વિસ્તારમાં મોત થયું હતું ત્યાં પથ્થરબાજી ચાલી રહી હતી. આનાથી બચવા માટે ફારૂક અહમદ ડારને સેનાએ જીપ આગળ બોનટ પર બાંધી દીધા હતાં. લગભગ 6 કલાક સુધી ડારને ઘણા ગામમાં ઘુમાવવામાં આવ્યા. આ બધુ મેજર ગોગોઈના કહેવાથી કરવામાં આવ્યું હતું. લીતુલે ત્યારે કહ્યું કે, પથ્થરબાજો થી બચવા માટે સેનાએ આ કરવું જરૂરી હતું. આ ઘટના પછી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post છોકરી સાથે દોસ્તી ધરાવનાર સેનાના મેજરનું કરાયું કોર્ટ માર્શલ, નહીં મળે પ્રમોશન appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/court-martial-not-promoted-by-the-army-chief-with-the-girl/
via Best Gujarati News

0 Comments