જો મતદાતાની આંગળી જ ના હોય તો મતદાન કર્યાની સ્યાહીનું નિશાન ક્યાં લગાવાય?
ચૂંટણી દરમ્યાન જ્યારે આપણે મતદાન કરવા જઇએ ત્યારે આપણી આંગળી પર એક શ્યાહીનું ટપકું કરવામાં આવે છે. ચૂંટણી પંચના દિશાનિર્દેશ પ્રમાણે મત આપવા પહેલાં મતદાતાની ડાબા હાથવી પહેલી આંગળી પર સ્યાહી લગાવાય છે.
બ્રશ દ્વારા નખથી ઉપરથી પહેલી ગાંઠ સુધી ભુંસી ન શકાય એવી સ્યાહી લગાવાય છે, પરંતુ શું તમને ખબર છે કે જો કોઇ મતદાતાની આંગળી ન હોય તો આ નિશાન ક્યાં કરાય છે?
ડાબા હાથની પહેલી આંગળી ન હોય તો?
માની લો જો કોઇના ડાબા હાથમાં તર્જની આંગળી નહીં હોય તો શું થાય ? એ સ્થિતિમાં એ વ્યક્તિના ડાબા હાથે કોઇ પણ આંગળી પર સ્યાહી લગાવી શકાય છે. જો ડાબા હાથે કોઇ પણ આંગળી નહીં હોય તો પછી જમણા હાથની આંગળીની તર્જની પર સ્યાહીનું ટપકું કરાય છે.
જમણા હાથમાં તર્જની આંગળી ન હોય તો?
જો જમણા હાથમાં પણ તર્જની આંગળી ન હોય તો હાથની કોઇ પણ આંગળીમાં સ્યાહી લગાવી શકાય છે. જો મતદાતાના બંને હાથોમાં એક પણ આંગળી ન હોય તો બંને હાથના કોઇ પણ ભાગ પર સ્યાહીનું નિશાન કરી શકાય છે. જો બંને હાથ જ ન હોય તો પગના અંગૂઠા પર સ્યાહી લગાવી નિશાન કરી શકાય છે.
સ્યાહી કેમ લગાવાય છે ?
ઇલેક્ટ્રોરલ ઇન્ક ચૂંટણીમાં બોગસ મતદાન રોકવા માટે લગાવાય છે. એક વખત સ્યાહીનું નિશાન થઇ જાય, તે પછી એ નિશાન નખ પરથી નીકળવામાં ઘણો સમય નીકળી જતો હોય છે. એ સંજોગોમાં જ્યારે કોઇ મતદાતા બે વખત મત આપવાનો પ્રયાસ કરે તેવી સ્થિતિથી બચી શકાય છે. એ સાથે જ કોઇ એક વખત મત આપ્યા બાદ વેષ ધારણ કરી કોઇ અન્ય મતદાતાના બદલે મત આપવા જાય તો પણ સ્યાહીના નિશાનને આધારે એ ઓળખ કરી શકાય કે તે પહેલાં મત આપી ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જો મતદાતાની આંગળી જ ના હોય તો મતદાન કર્યાની સ્યાહીનું નિશાન ક્યાં લગાવાય? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/no-finger-election-inc/
via Best Gujarati News
0 Comments