૧૯૯ વખત ચૂંટણી હારેલા પદ્મરાજને આ વર્ષે ૨૦૦મી વખત ઉમેદવારી કરી
દુનિયામાં લોકોના કેટલાય પ્રકારના લક્ષ્ય હોય છે. કોઈ કંઈ બનવા માગતું હોય, તો કોઈ કંઈ મેળવવા માગતું હોય. જ્યારે વાત આવે ચૂંટણીની તો હંમેશાં વિજયનો જ વિચાર આવે, પરંતુ તામિલનાડુના સેલમમાં રહેતા પદ્મરાજન પોતાનું લક્ષ્ય કંઇ અલગ જ છે. ઇલેક્શન કિંગ તરીકે જાણતા પદ્મરાજન પોતાનું નામ ગિનિસ રેકોર્ડમાં નોંધાવવા ઇચ્છે છે અને તે પણ સૌથી વધુ વખત ચૂંટણી હારનારા ઉમેદવાર તરીકે. તે અત્યાર સુધીમાં ૧૯૯ વખત ચૂંટણી લડીને હારી ચૂક્યો છે. દરેક ચૂંટણીમાં તે સૌથી પહેલાં ઉમેદવારી પત્રક ભરે છે. આગામી ચૂંટણીમાં પણ ધર્મપુરી બેઠક પરથી તેણે પોતાનું ૨૦૦મી વખત ઉમેદવાર પત્ર ભર્યું છે.તે મંગળવારે પોતાના દીકરા શ્રીજેશ પદ્મરાજનની સાથે લગભગ સવારે ૯ વાગ્યે કલેક્ટરના ચેમ્બરમાં પહોંચ્યા અને સૌથી પહેલી ઉમેદવારી નોંધાવી હતી. પાછળથી તેમણે જિલ્લા કલેક્ટર કમ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. મલારવિઝીને પોતાનું ઉમેદવારી પત્રક સોંપ્યું હતું. પદ્મરાજન ઉમેદવારી ભર્યા બાદ પ્રચાર માટે કોઇ ખર્ચ કરતા નથી, પરંતુ ઉમેદવારી કરવા પાછળ જ તેઓ લાખો રૂપિયાનું નુકસાન ભોગવી ચૂક્યા છે. તેમનું નામ પહેલાંથી જ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે અને હવે તેમની નજર ગિનિસ રેકોર્ડ પર છે. તેઓ જણાવે છે કે તેમનું કોઇ રાજકીય બેકગ્રાઉન્ડ નથી, પરંતુ દેશના લગભગ તમામ મોટા નેતાની વિરુદ્ધ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ આશા રાખે છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ તેમનો રેકોર્ડ જોશે.
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી શકે એ પુરવાર કરવા ચૂંટણી લડતા રહ્યા !
મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ ૨૦૦મી વખત ઉમેદવારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રકારથી તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે કોઇ પણ ચૂંટણી લડી શકે છે. વાસ્તવમાં પદ્મરાજનના મિત્રે તેમને કહેતા કે ફક્ત શક્તિશાળી લોકો જ ચૂંટણી લડી શકે છે, એ બાદ તેમણે એ સાબિત કરવાનો નિર્ણય કર્યો કે ચૂંટણી કોઇ પણ લડી શકે છે. પદ્મરાજન વ્યવસાયથી હોમિયોપેથિક ડોક્ટર હતા અને પાછળથી તેમણે બિઝનેસ શરુ કર્યો છે.
કોની કોની સામે ચૂંટણી લડી ચૂક્યા છે ?
૪ પ્રધાનમંત્રીઓ, ૧૧ મુખ્યમંત્રીઓ, ૧૩ કેન્દ્રીય મંત્રીઓ અને ૧૫ રાજય મંત્રીઓ સામે ચૂંટણી લડી ચૂક્યા છે !
તેઓ ૧૯૮૮થી ઉમેદવારી કરતા રહ્યા છે અને તેઓ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકથી લઇને દિલ્હી સુધીમાં ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. તેઓ ૪ પ્રધાનમંત્રીઓ, ૧૧ મુખ્યમંત્રીઓ, ૧૩ કેન્દ્રીય મંત્રીઓ અને ૧૫ રાજ્ય મંત્રીઓના વિરુધ્ધ અસફળતાપૂર્વક ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, અટલ બિહારી વાજપેયી, તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ, કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાકરન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ.કે. એન્ટોનીની વિરુદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ૧૯૯ વખત ચૂંટણી હારેલા પદ્મરાજને આ વર્ષે ૨૦૦મી વખત ઉમેદવારી કરી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/199-times-election-defeated-pad/
via Best Gujarati News
0 Comments