રાજકીય અસ્થિરતા  

વર્ષ ૨૦૦૩માં ભાજપ પહેલી વાર બહુમતી વગર સત્તામાં આવ્યો હતો ત્યાર બાદ ૨૦૧૬માં પણ બહુમતી વગર સત્તાએ આવ્યો હતો. ૨૦૦૩માં પૂર્વ મુખ્યમંત્રી ગેંગાગ અપાંગ, જે ત્યારે તેઓ ધારાસભ્ય હતા, તેમણે સત્તારૂઢ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને પક્ષપલટુ તરીકે તૈયાર કરી લીધા હતા. અપાંગ પાછળથી ભાજપમા ંસામેલ થઈ ગયા હતા પરંતુ ભાજપની આ સરકાર ફક્ત આઠ મહિના ચાલી હતી. ત્યારે બાદ તેનું પતન થયુ હતું. ૨૦૦૪માં વિધાનસભામાં અપાંગની આગેવાનીમાં કોંગ્રેસની બહુમતી મળી હતી. તે વર્ષે કોંગ્રેસને ૩૪ બેઠકો મળી હતી અને ભાજપને ફક્ત ૯. રાજ્ય વિધાનસભામાં હાલનો કાર્યકાળ ઘણો ઊલટફેર રહ્યો છે. ગત વખતે કોંગ્રેસે ભારે બહુમતીથી સરકાર બનાવી હતી પરંતુ પાર્ટીના ૪૩ ધારાસભ્યો રાતોરાત પક્ષપલટુ બનીને પીપીએમાં જોડાઈ ગયા જેનો થોડા સમય પછી ભાજપમાં વિલય થઈ ગયો હતો. નબામ ટુકીની આગેવાનીમાં ૨૦૧૪માં પાર્ટીને જીત મળી. એક મહિનાના રાષ્ટ્રપતિ શાસન બાદ કાલિખિઓ પુલને બાગી સરકારના મુખ્યમંત્રી બનાવાયા પરંતુ સુપ્રીમના હસ્તક્ષેપ બાદ રાજ્યમાં કોંગ્રેસ સરકાર બહાલ થઈ ગઈ હતી તે દરમિયાન પુલની રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયું હતું. હાલમાં પાર્ટીના બે મંત્રીઓ સહિત ૧૮ નેતા કોંગ્રેસ અને એનપીપીમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે ઘણા મંત્રીઓની ટિકિટ કાપી નાખી હતી.

લોકસભાની બે બેઠકો

અરુણાચલ પ્રદેશમાં લોકસભાની બે બેઠકો માટે ૧૨ ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠકો માટે ૧૧ એપ્રિલે મતદાન થવાનું છે. અરુણાચલ પૂર્વ પર પાંચ ઉમેદવાર છે તો અરુણાચલ પશ્ચિમ પર સાત. રાજ્યની ૨૭ વિધાનસભા બેઠકો માટે ગઠિત પૂર્વ સીટ પર ભાજપના તાપીર ગાઓ અને કોંગ્રેસના જેમ્સ લોવાંગ્ચા વચ્ચે જોરદાર ટક્કર છે. હાલમાં પાર્ટીના બે મંત્રીઓ સહિત ૧૮ નેતા કોંગ્રેસ અને એનપીપીમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે ઘણા મંત્રીઓની ટિકિટ કાપી નાખી હતી. રાજ્યની બે લોકસભા બેઠકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસ અહીં સાત વાર જીતી ચૂક્યો છે. ભાજપે ૨૦૦૪માં અરુણાચલ પૂર્વ બેઠક પર જીત મેળવી હતી. ગત લોકસભાની ચૂંટણીમા કોંગ્રેસના ઉમેદવાર નિનોંગે તાપીરને ૧૨ હજાર વોટોની હાર આપી હતી. ગાઓ વર્ષ ૨૦૦૪માં અહી જીત્યા હતા. અરુણાચલ પશ્ચિમ સંસદીય બેઠક પર સાત ઉમેદવાર છે પરંતુ અહીં મુખ્ય મુકાબલો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી, ભાજપના ઉમેદવાર રિજીજુ,  કોંગ્રેસના ઉમેદવાર નબામ ટુકી વચ્ચે છે. ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યો છે તો વિપક્ષ પીઆરસીનો ઉપયોગ કરી રહ્યો છે. જ્યાં સુધી આંકડાઓનો સવાલ છે ત્યાં સુધી ગત વિધાનસભામાં કોંગ્રેસને ૪૯.૫૯ ટકા,  ૪૩ બેઠકો મળી હતી તો ભાજપને ૩૧.૨૪ ટકા વોટ સાથે ૧૧ બેઠકો મળી હતી. પ્રાદેશિક પક્ષો, અપક્ષોને છ બેઠકો મળી હતી.

  • ૨૦૦૩માં ભાજપ પહેલી વાર બહુમતી વગર સત્તામાં આવ્યો હતો ત્યાર બાદ ૨૦૧૬માં પણ બહુમતી વગર સત્તાએ આવ્યો હતો.
  • ૨૦૦૩માં પૂર્વ મુખ્યમંત્રી ગેંગાગ અપાંગ, જે ત્યારે તેઓ ધારાસભ્ય હતા તેમણે સત્તારૂઢ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને પક્ષપલટુ તરીકે તૈયાર કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ભાજપે બહુમતી વગર બે વાર સત્તાનો સ્વાદ ચાખ્યો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bjp-without-majority-without-two-time-sat/
via Best Gujarati News

0 Comments