ચૂંટણી દરમિયાન જ્યારે આપણે મતદાન કરવા જઈએ ત્યારે આપણી આંગળી પર એક શાહીનું ટપકું કરવામાં આવે છે. ચૂંટણી પંચના દિશાનિર્દેશ પ્રમાણે મત આપતા પહેલાં મતદાતાની ડાબા હાથની પહેલી આંગળી પર શાહી લગાવાય છે. બ્રશ દ્વારા નખથી ઉપરથી પહેલી ગાંઠ સુધી ભૂંસી ન શકાય એવી શાહી લગાવાય છે, પરંતુ શું તમને ખબર છે કે જો કોઇ મતદાતાની આંગળી ન હોય તો આ નિશાન ક્યાં કરાય છે ?

ડાબા હાથની પહેલી આંગળી ન હોય તો ?

માની લો જો કોઈના ડાબા હાથમાં તર્જની આંગળી નહીં હોય તો શું થાય ? એ સ્થિતિમાં એ વ્યક્તિના ડાબા હાથે કોઇ પણ આંગળી પર શાહી લગાવી શકાય છે. જો ડાબા હાથે કોઇ પણ આંગળી નહીં હોય તો પછી જમણા હાથની આંગળીની તર્જની પર શાહીનું ટપકું કરાય છે.

જમણા હાથમાં તર્જની આંગળી ન હોય તો ?

જો જમણા હાથમાં પણ તર્જની આંગળી ન હોય તો હાથની કોઈ પણ આંગળીમાં શાહી લગાવી શકાય છે. જો મતદાતાના બંને હાથોમાં એક પણ આંગળી ન હોય તો બંને હાથના કોઇ પણ ભાગ પર શાહીનું નિશાન કરી શકાય છે. જો બંને હાથ જ ન હોય તો પગના અંગૂઠા પર શાહી લગાવી નિશાન કરી શકાય છે.

શાહી કેમ લગાવાય છે ?

ઇલેક્ટ્રોરલ ઇંક ચૂંટણીમાં બોગસ મતદાન રોકવા માટે લગાવાય છે. એક વખત શાહીનું નિશાન થઇ જાય, તે પછી એ નિશાન નખ પરથી નીકળવામાં ઘણો સમય નીકળી જતો હોય છે. એ સંજોગોમાં જ્યારે કોઇ મતદાતા બે વખત મત આપવાનો પ્રયાસ કરે તેવી સ્થિતિથી બચી શકાય છે. એ સાથે જ કોઈ એક વખત મત આપ્યા બાદ વેશ ધારણ કરી કોઇ અન્ય મતદાતાના બદલે મત આપવા જાય તો પણ શાહીના નિશાનને આધારે એ ઓળખ કરી શકાય કે તે પહેલાં મત આપી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post જો મતદાતાની હાથની આંગળી ન હોય તો પગના અંગૂઠે શાહીનું ટપકું કરાય છે! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/if-voter-finger-finger-no/
via Best Gujarati News

0 Comments