લાગે છે કે આ વખતે ચૂંટણીમાં ચોકીદાર ના નામે જ આરપારની લડાઈ લડવામાં આવશે. કોંગ્રેસના ચોકીદાર ચોર હે ના નારાના જવાબમાં ભાજપે મેં ભી ચૌકીદાર અભિયાનને અત્યંત વેગીલું બનાવી દીધું છે. આજે આ નારાને દેશભરમાં ફેલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદી મેગા શો કરવા જઈ રહ્યાં છે. કોંગ્રેસના ચોકીદાર ચોર હૈ ના કેમ્પેનનો છેદ ઉડાડવા માટે ભાજપે ચોકીદારને જ હાથવગુ ને સૌથી મોટું હથિયાર બનાવી દીધું છે. ભાજપે પોતાના આ નવા નારાને દેશભરમાં પહોંચાડવાની મુહિમ પણ છેડી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. સાંજે પાંચ વાગ્યે તેઓ અત્યાર સુધીના સૌથી મોટા ટાઉનહોલ કાર્યક્રમ દ્વારા દેશના 500 સ્થળોએ લોકો સાથે સીધો સંવાદ કરશે. 31 માર્ચના રોજ તમામ લોકસભા ક્ષેત્રોમાં એક સાથે ‘મેં ભી ચોકીદાર’ અભિયાનનો આરંભ કરશે.

આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક મેગા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 500થી વધારે વિસ્તારો સાથે જોડાશે. વીડિયો કોન્ફરન્સ દ્બારા વડાપ્રધાન મેં ભી હું ચોકીદાર કેમ્પેનને આગળ ધપાવશે અને દેશભરમાં ભાજપના મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને નેતા વડાપ્રધાનને સાંભળવા હાજર રહેશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હીના ચાંદની ચોકમાં હશે તો ગૃહમંત્રી રાજનાથ સિંહ પૂર્વ દિલ્હીમાં. દિલ્હીમાં ઉત્તમનગરમાં સુષ્મા સ્વરાજ અને સાંસદ પરવેશ શર્મા હાજર રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગરામાં વડાપ્રધાનને સાંભળશે તો સુલ્તાનપુરમાં મેનકા ગાંધી અને પીલીભીતમાં વરૂણ ગાંધી હાજર રહેશે. જ્યારે ભોપાલમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રામપુરમાં જયા પ્રદા હાજર રહેશે.

કોંગ્રેસે રાફેલ મામલે મોદી સરકારને ઘેરવા માટે ચોકીદાર ચોર હૈ નો નારો આપ્યો હતો. રાહુલ ગાંધી દરેક સભામાં આ નારાથી જ ભાજપને ઘેરતા હતાં. જેનો તોડ ભાજપી મેં ભી ચૌકીદાર દ્વારા કાઢ્યો છે. પોતાના માટે ચોકીદાર શબ્દનો પ્રયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં પણ કર્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાને ચોકીદાર ગણાવતા કોંગ્રેસને ભ્રષ્ટાચાર મામલે ઘેરી હતી. હવે આ વખતે ભાજપે આ નારાને કોંગ્રેસને માત આપવા આગળ વધાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post PM મોદીનો ‘મેગા પ્લાન’, અત્યાર સુધીના સૌથી મોટા મેગા શો દ્વારા કોંગ્રેસને આપશે માત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-addresses-main-bhi-chowkidar-program-on-sunday/
via Best Gujarati News

0 Comments