ભાજપને ભાંડનારા શત્રુઘ્નના સુર બદલાયા, કોંગ્રેસને લઈને આપ્યું મોટું નિવેદન
શત્રુઘ્ન સિન્હા આખરે ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં શામેલ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ભાજપમાં રહીને જ ભાજપ પર આકરા પ્રહારો કરનારા સિન્હાના કોંગ્રેસને સુર જ બદલાઈ ગયા છે. શત્રુઘ્ન સિન્હાને હવે કોંગ્રેસ ભારતનું રાજનીતિક ભવિષ્ય લાગી રહ્યું છે.
સિન્હાએ હાલમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો અને હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. આ સાથે જ તેમણે કોંગ્રેસને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે. રહસ્તની વાત તો બધા જાણતા હતાં. મેં સોનિયાજી, રાહુલ અને પ્રિયંકા સાથે હાથ મિલાવ્યો છે. હું હવે કોંગ્રેસનો ભાગ છું.
કોંગ્રેસ જ કેમ પસંદ કરી તેના જવાબમાં શત્રુઘ્નએ કહ્યું હતું કે, મેં બહુ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. અને કેમ નહીં? કોંગ્રેસ એ જ પાર્ટી છે જેણે ભારતને આઝાદી અપાવી. તેણે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ જેવા રાષ્ટ્રીય નેતા આપ્યા છે.
આ તો ભૂતકાળની વાત હતીં પરંતુ હવે કોંગ્રેસમાં તેવા નેતાઓ ક્યાં છે? તેના જવાબમાં શત્રુઘ્ને કહ્યું કે, આવી જ દલીલ અમે ભાજપ માટે પણ આપી શકીએ છીએ. મેં એલ.કે અડવાણી અને અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાઓના કારણે ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. નેતૃત્વ તો બદલાય જ છે. આજે કોંગ્રેસ રાહુલ ગાંધીના હાથમાં છે.
સિન્હા કોંગ્રેસ અધ્યક્ષ પણ રીતસરના ઓવારી ગયા હોય તેવું લાગે છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ છેલ્લા એક વર્ષમાં ઘણા પરિપકવ થયા છે. તેમની હવે મજાક ઉડાવી શકાય નહીં. પ્રિયંકાએ પણ રાહુલ સાથે હાથ મિલાવ્યાં છે. આપણે તેમને તક આપવી જોઈએ. મારી સાથે તેમણે જ્યારે વાત કરી ત્યારે મને આનંદ થયો અને કહ્યું કે પાર્ટીમાં મારું સ્વાગત કરવા પર તેઓ ખુબ ખુશ છે.
આ ઉપરાંત શત્રુઘ્નએ જણાવ્યું હતું કે, જેટલું વધુ તેટલું સારું. મને લાગે છે કે કોંગ્રેસ ભારતનું રાજનીતિક ભવિષ્ય છે. તેણે ભારતને તે મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થતા જોયો છે. હવે સમય આવી ગયો છે કે તેમને એક તક મળે.
ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપથી ભારે નારાજ ચાલી રહ્યાં હતાં. આખરે તેમણે ભાજપને રામરામ કરીને કોંગ્રેસમાં શામેલ થવાનો નિર્ણય લઈ લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભાજપને ભાંડનારા શત્રુઘ્નના સુર બદલાયા, કોંગ્રેસને લઈને આપ્યું મોટું નિવેદન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-is-an-indias-political-future-says-shatrughan-singha/
via Best Gujarati News
0 Comments