ચાર મહિનાથી પગારથી વંચિત જેટના પાઇલટ એક એપ્રિલથી હડતાલ પર
। નવી દિલ્હી ।
આર્થિક રીતે ખાડે ગયેલી જેટ એરવેઝની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. છેલ્લા ૪ મહિનાથી પગાર અને અન્ય ભથ્થાં વિના કામ કરી રહેલાં જેટ એરવેઝના ૧,૦૦૦ કરતાં વધુ પાઇલટોએ પહેલી એપ્રિલથી હડતાલ પર જવાની ધમકી ઉચ્ચારી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં જેટ એરવેઝને ઉગારવા માટે ધિરાણ માટે આગળ આવેલી બેન્કો અને કંપનીઓએ જેટ એરવેઝને હજુ વચગાળાની સહાય ચૂકવી નહીં હોવાથી પાઇલટોને ચાર મહિનાના બાકી પગાર અંગે કોઈ માહિતી ન અપાતાં પાઇલટો રોષે ભરાયાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં પગાર અંગે એરલાઇન્સ દ્વારા નક્કર આશ્વાસન અપાશે તો જ પાઇલટો ફરજ પર હાજર થશે. પાઇલટોએ તેમના કેટલાંક બાકી ભથ્થાં તાત્કાલિક ચૂકવી દેવાની પણ માગ કરી છે. જેટ એરવેઝના ભારતીય પાઇલટોના યુનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડે જણાવ્યું કે, જેટ એરવેજ પાયલટનો પગાર ચૂકવવામાં કસૂરવાર ઠરી છે તેથી હડતાલ પર જવાનો નિર્ણય લેવાયો છે.
કંપની પાઇલટનો બાકી પગાર ચૂકવવા તૈયાર : જેટ
જેટ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જેટ એરવેઝ સ્પષ્ટ જણાવવા માગે છે કે, હાલની જેટ એરવેઝની તમામ ફ્લાઇટની કામગીરી જળવાઈ રહે તે માટે અમે અમારા પાઇલટો સાથે સતત મંત્રણા કરી રહ્યાં છીએ. જેટ એરવેઝ તેના તમામ પાઇલટ,.એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓના બાકી નીકળતા પગાર ભથ્થાં ચૂકવવા પ્રતિબદ્ધ છે. જેટ એરવેઝને ટકાવી રાખવા માટે અમારા કર્મચારીઓએ ઘણા બલિદાન આપ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ચાર મહિનાથી પગારથી વંચિત જેટના પાઇલટ એક એપ્રિલથી હડતાલ પર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/four-month-to-pay-deprived/
via Best Gujarati News
0 Comments