કલમ ૩૭૦ની નાબૂદી ભારતનો J&C સાથેનો સંબંધ પૂરો કરશે : મહેબૂબા મુફ્તી
। નવી દિલ્હી ।
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફતીએ ફરી એક વાર દેશ વિરોધી નિવેદન કર્યું હતું. કલમ ૩૭૦ અંગે બોલતા મુફતી કહ્યું કે જો કલમ ૩૭૦ રદ થશે તો જમ્મુ-કાશ્મીર સાથે ભારતનો સંબંધ પણ પૂરો થઈ થશે. કલમ ૩૭૦ હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અપાયેલ છે.મુફતીએ કહ્યું કે જો કલમ ૩૭૦ રદ થશે તો મુસ્લિમ બહુલ રાજ્ય જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બની રહેવાનું પસંદ નહી કરે. જો તમે આ પુલને તોડયો તો શું મુસ્લિમો તમારી સાથે રહેવાનું પસંદ કરશે, જો તમે કલમ ૩૭૦ ને ખતમ કરો તો જમ્મુ કાશ્મીર સાથે તમારો સંબંધો પૂરો થઈ જશે. આ પહેલા પણ મુફતી કહી ચૂક્યા છે જો કલમ ૩૫ એ પર કોઈ તરામ મારવામાં આવી તો કાશ્મીરના લોકો તિરંગાને બદલે કયો ઝંડો ઉપાડી લેશે. કાશ્મીરીઓ કેન્દ્રના આવા પગલાનો વિરોધ કરશે અને તેને કોઈ પણ સંજોગોમાં સહન નહી કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કલમ ૩૭૦ની નાબૂદી ભારતનો J&C સાથેનો સંબંધ પૂરો કરશે : મહેબૂબા મુફ્તી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/%e0%aa%95%e0%aa%b2%e0%aa%ae-%e0%ab%a9%e0%ab%ad%e0%ab%a6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%ac%e0%ab%82%e0%aa%a6%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8%e0%ab%8b-jc/
via Best Gujarati News
0 Comments