રાજય સરકારે પબજી ગેમને પ્રતિબંધિત કરતું  નોટીફીકેશન કર્યા બાદ અમદાવાદ અને રાજકોટમાં અનેક યુવકોની  પોલીસે ધરપકડ કરી હતી. રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામાને  પડકારતી જાહેર હીતની રીટની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે  અરજદારને સ્પષ્ટ કહ્યું હતું કે, દેશના નાગરિકોને બંધારણમાં  સ્વતંત્રતા આપી છે. પરંતુ તે અનિયંત્રિત સ્વતંત્રતા નથી.  પોલીસે કરેલી ધરપકડ અયોગ્ય છે તે સ્પષ્ટ કરો. હાઇકોર્ટે આ  કેસની સુનાવણી આગામી સોમવાર પર મુકરર કરી છે.

કાયદા વિદ્યાશાખાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં  વિદ્યાર્થીએ કરેલી જાહેર હીતની અરજીમાં જણાવ્યું હતું કે, વ્યક્તિ  પોતાના ઘરમાં કે બાલ્કનીમાં બેસીને કોઇપણ ગેમ રમે તેને  બદલે તેની ધરપકડ કરવી તે વ્યક્તિ સ્વતંત્રતાના અધિકાર પર  તરાપ સમાન છે. બંધારણે તમામ નાગરિકોને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. રાજય સરકારે બંધારણ વિરૂધ્ધ જઇને વ્યક્તિ  સ્વંતત્રતાનો રોકતો પબજી ગેમ સામે નોટીફીકેશન બહાર પાડયું છે.

જેના આધારે પોલીસ દ્રારા યુવકોની ધરપકડ કરવામાં  આવી રહી છે. બંધારણના અનુચ્છેદ ૨૧નું ઉલ્લંઘન કરવામાં આવી  રહ્યું છે. આ તબક્કે હાઇકોર્ટે અરજદારને ઉપરોક્ત પ્રમાણેની ટકોર કરી  હતી.  ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ દ્વારા ૨૧ જણાંની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ પોલીસ દ્વારા ચાર જણાંની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પબજી ગેમને લઇને વધુ એક PIL દાખલ, અરજદારને હાઇકોર્ટે કર્યો મોટો આદેશ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/pabaji-a-game-with-more-entering-a-pil-the-applicant-has-made-in-court-order/
via Best Gujarati News

0 Comments