આજે સાત જિલ્લાના 117 કેન્દ્રમાં લેવાશે ગુજકેટ, આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજે તા.૨૬ના રોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાત જિલ્લા મથકોએ ૧૧૭કેન્દ્ર ઉપરથી ઈજનેરીનું પ્રવેશદ્વાર ગણાતી ગુજકેટ પરીક્ષા લેવામાં આવનાર છે.
આ પરીક્ષામાં ધો.૧૨ સાયન્સની પરીક્ષા આપનારા ૨૪૩૬૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેઓ કાલે નસીબ અજમાવશે. ગુજકેટની પરીક્ષામાં સવારે ૧૦ થી ૧૨ ફિજીક્સ અને કેમીસ્ટ્રી, બપોરે ૧થી ૨ બાયોલોજી અને ૩થી ૪ ગણિતનું પેપર લેવામાં આવનાર છે. દરેક જિલ્લા મથક ઉપર પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ગોઠવીને કંન્ટ્રોલરૂમ ધમધમતો કરી દેવાયો છે. રાજકોટ ખાતે સૌથી વધુ ૪૮ કેન્દ્રો ઉપર ૯૯૬૭ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે.
જામનગરમાં ૧૧ કેન્દ્રો ઉપર ૨૩૧૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગિર સોમનાથમાં ૯ કેન્દ્ર ઉપર ૧૮૫૦ વિદ્યાર્થી, જૂનાગઢમાં ૨૩ કેન્દ્રો ઉપર૪૮૬૪, અમરેલીમાં ૧૧ કેન્દ્રોમાં ૨૨૦૧ અને મોરબીમાં ૯ કેન્દ્રો ઉપરથી ૨૨૦૬ વિદ્યાર્થીઓ અને દેવભૂમિ દ્વારકામાં ૩ કેન્દ્ર ઉપર ૪૩૫ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. કુલ ૧૧૭૪ કેન્દ્રો ઉપર ૨૪૩૬૭વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
પરીક્ષા મથકો ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત ૧૦૦ મિટરની ત્રીજ્યામાં પ્રવેશબંધી તેમજ અન્ય પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામાથી કરવામાં આવ્યા છે. બોર્ડે દરેક જિલ્લામાં ગુજકેટની પરીક્ષા અન્વયે વિદ્યાર્થીઓને મદદ કરવા કંન્ટ્રોલરૂમ પણ શરૂ કરાવેલા છે.જે ડી.ઈ.ઓ. કચેરી દ્વારા સંચાલિત થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજે સાત જિલ્લાના 117 કેન્દ્રમાં લેવાશે ગુજકેટ, આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/today-gujcet-will-take-117-centers-in-seven-districts-students-will-get-exams/
via Best Gujarati News
0 Comments