। જૂનાગઢ ।

જૂનાગઢના વિસાવદરમાં મગફ્ળી કૌભાંડ બાદ હવે કેશોદના તુવેરકાંડમાં ટેકાના ભાવે કરાયેલી ખરીદીમાં હલકી ગુણવતાનો માલ ધાબડી દેવાનું કારસ્તાન સામે આવતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. ૨૯.૬૪ લાખની નબળી તુવેર ધાબડી દેવાના મામલે ગઈકાલે પુરવઠા મામલતદારે સાત જવાબદાર સામે ફ્રિયાદ નોધાવ્યા બાદ આજે પુરવઠા નિગમના એમ.ડી.મનીષ ભારદ્વાજ અન જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી કેશોદ દોડી આવ્યા હતા.

તુવેરકાંડ મામલે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ તુરંત તપાસના આદેશ આપતા આજે કેશોદ ખાતે સ્થળ મુલાકાત લઈને બંને અધિકારીએ માર્કેટયાર્ડમાં તપાસ કરી કર્મચારીઓ પાસેથી વિગતો મેળવ્યા બાદ તુવેર ખરીદીના ઇન્ચાર્જ જે.બી.દેશાઈ, ગોડાઉન મેનેજર ડી.વી.નિરંજન અને કેલેક્ષ કંપનીના ગ્રેડર ફૈજલ મુગલને સસ્પેન્ડ કર્યા હતા. જેતપુર વેર હાઉસમાંથી પરત આવેલી કુલ ૩,૨૪૧ ગુણી તુવેરને જ્યાં સીઝ કરવામાં આવી છે, ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૧,૦૪૫ કટામાં હલકી તુવેરની સાથે મોટા ભાગના ઠુઠા જોવા મળ્યા હતા. આજે માર્કેટ યાર્ડ કેશોદ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ હોબાળો પણ મચાવ્યો હતો. ખેડૂતોના આક્ષેપો મુજબ કૌભાંડ કરવા સીલ તોડીને હલકી ગુણવતાની તુવેર ભરેલી ગુણીઓ મોકલાઈ હતી.

નાફ્ડ ખરીદી કરવા તૈયાર હતું પણ… દિલીપ સંઘાણી  

નાફ્ડના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદનમાં જણાવ્યું કે, આ મામલે નાફ્ડની સીધી કોઈ જવાબદારી નથી. સરકાર સાથે ચર્ચા કર્યા બાદ જે સંસ્થાનું નામ સુચવામાં આવે તે સંસ્થાને ખરીદીની કામગીરી સોપવામાં આવે છે. નાફ્ડ તુવેરની ખરીદી કરવા તૈયાર હતું, પરંતુ ગુજકો માસોલના બદલે તુવેરની ખરીદી પુરવઠા વિભાગને સોપવામાં આવી હતી.

૧૪.૫૦ કરોડની ખરીદીમાં મોટું કૌભાંડ

પુરવઠા વિભાગે ૫૦,૪૭૫ ગૂણી તુવેર ( ૨૫.૨૩ લાખ કિલો તુવેર )ની ખરીદી કરી હતી. હાલ ૫૨,૨૫૦ કિલો તુવેરમાં ભેળસેળ બહાર આવી છે. આશરે ૧૪.૫૦ કરોડની તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં માત્ર ૨૯.૬૫ લાખનું જ કૌભાંડ સામે આવ્યું છે. બધી તુવેરની તપાસણી કરવા ખેડૂતોએ માગ કરી છે.

નિવેદનો લઈ ખરીદીના રેકર્ડ પોલીસે કબજે કર્યા  

આજે પોલીસે સ્થળ તપાસ કરી આચરવામાં આવેલી છેતરપીંડીમાં અસર કરતા માર્કેટિંગ યાર્ડના ફ્રજ ઉપરના કર્મચારીઓ, મુકાદમોના  નિવેદનો લીધા હતા. તેમજ તુવેરની ખરીદીનું સરકારી રેકર્ડ તપાસ માટે કબજે લેવા અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાત્રિના સમયે ગાડીઓમાં માલ આવતો : ખેડૂતનો આરોપ  

ખેડૂત રાયધનભાઈ જળુએ તપાસમાં આવેલા પુરવઠા વિભાગના એમ.ડી. સમક્ષ આક્ષેપો કરતા જણાવ્યું કે, તે રાત્રે યાર્ડની બહાર બેઠા હોય ત્યારે બે-ત્રણ વાગ્યાના અરસામાં ગાડીઓમાં ખેત જણસો આવતી અને જ્યાં તુવેરનો જથ્થો રખાયો હતો ત્યાં ગોલમાલ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાં ખેડૂતોને પણ કોઈ ફ્રકવા નથી દેતા ત્યાં કોની મીઠી નજર હેઠળ ગોરખધંધા ચાલતા હતા. તેની વાતથી ચાલુ પ્રેસ કોન્ફ્રન્સમાં હંગામો મચ્યો હતો.

આખરે પાપ છાપરે ચડીને પોકાર્યું : કોંગ્રેસ  

મગફ્ળી બાદ તુવેરની ખરીદીમાં પણ કૌભાંડ સામે આવતા કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. વિસાવદરના ધારસભ્ય હર્ષદ રીબડીયા અને ધોરાજીના ધારસભ્ય લલિત વસોયાએ ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, આખરે પાપ છાપરે ચડીને પોકાર્યું છે. અગાઉ મગફ્ળી ખરીદી વખતે જે ભૂલ થઈ તેનાથી શીખ લેવાના બદલે તુવેરની ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપીંડી થઈ છે. ખેડૂતોના નામે ભ્રષ્ટાચારી અધિકારીઓએ કૌભાંડ આચર્યાની વાત કરી હતી. હજુ ૪૦ ટકા ખેડૂતોનો માલ લેવાયો નથી. ૨ હજારની વધુ ખેડૂતોની અરજી પેન્ડીંગ છે.

ક્યાંક ને ક્યાંક સ્ટાફ ઓછો હોવાથી થઈ ચૂક : એમ.ડી  

કેસોદના તુવેરકાંડ મામલે દોડી આવેલા પુરવઠા નિગમના એમ.ડી એ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હું કે, મગફ્ળીની ખરીદી વખતે જેટલો સ્ટાફ હતો, તેટલો હાલ ચૂંટણીના હિસાબે ઓછો હતો, જેથી સ્ટાફ્ના કારણે ચૂક થઈ હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેશોદના તુવેરકાંડમાં ખરીદી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર સહિત ત્રણ સસ્પેન્ડ  appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-keshod-tewarakand-real/
via Best Gujarati News