। ભુજ ।

કચ્છ ભાજપ પર અનૈતિક વ્યવહારોના કારણે માછલાં ધોવાઈ રહ્યા છે અને નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરોના કરતૂતો બહાર આવી રહ્યા છે, ત્યારે અંજારના સત્તાધારી ભાજપના નગરસેવકોના વ્હોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો ફરતો થયો છે. શરૂઆતમાં ટોક ઓફ ધ ટાઉન અને પછી જિલ્લાભરમાં વાયુવેગે પ્રસરેલી આ ચર્ચાએ ભાજપના ભગવા રંગના શિસ્તના ધજાગરા ઉડાડયા છે. નોંધનીય છે કે ૩૨ સભ્યોના જૂથમાં ૧૮ જેટલી મહિલા નગરસેવકો પણ છે. જેમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડયું છે. કાઉન્સિલર્સના આ ગ્રૂપમાં ભાજપના શહેર સંગઠનના લોકો પણ સભ્ય છે.  ચૂંટણીના ચાર દિવસ પહેલાં રાજ્યમંત્રીના કથિત પ્રણય ત્રિકોણની ઓડિયો ક્લિપ ફરતી થઈ હતી. રાજ્યમંત્રી અંજાર મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે અને અંજાર શહેર વિસ્તારમાંથી મતદાનના બે દિવસ પછી પોર્ન વીડિયો ક્લિપ વ્હોટ્સએપ ગ્રૂપમાં મૂકીને સોશ્યલ મીડિયાનો માહોલ ગરમ કરાયો છે. ૨૧મી એપ્રિલે પોસ્ટ થયેલી ક્લિપનો મુદ્દો ગુરૂવાર સવારથી ચર્ચાવા લાગ્યો હતો. આ ક્લિપ મૂકનાર કોણ છે ? તે એડમિન સુદ્ધાંને ખબર ન હોવાનું જાણવા મળે છે. જે નામે આ ફિલ્મ પોસ્ટ થયેલી છે તે મામલે કેટલાક ભાજપી સભ્યોએ તપાસ કરતાં આવા કોઈ નગરસેવક ન હોવાનું અને ડમી નામે કોઈ ગ્રૂપમાં આવી ગયું હોય એમ માનવામાં આવી રહ્યું છે. નામ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ફિલ્મ મૂક્યા બાદ આ (અ)સભ્ય ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અંજારના ભાજપી નગરસેવકોના ગ્રૂપમાં અશ્લીલ ફિલ્મ પોસ્ટ, આબરૂના ધજાગરા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/anjar-bjp-corporations/
via Best Gujarati News

0 Comments