જયંતી ભાનુશાળી કેસમાં ખુલ્યું ટીટી કનેક્શન, જાણો છબીલ પટેલે કન્ફર્મેશન ક્યાંથી મેળવ્યું હતું
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેની તમામ વિગતો પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનના ટીટી પાસે થી મેળવી હોવાના પુરાવા એસઆઈટીને મળ્યા છે.
એસઆઈટી દ્વારા રજૂ કરેલા ૧૫૦૦ પાનાના ચાર્જશીટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનના એસી કોચ એચ ૧ની જી કેબીનમાં માં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુસાળી મુસાફરી કરવાના હતા તે માહીતી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ટીટી પાસેથી મેળવી લીધી હતી અને મનીષા અને સુરજીત ભાઉ મારફતે શાર્પ શુટરોને આપવામાં આવી હતી. આ માહિતીના આધારે શાર્પ શુટરો સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં બેસીને એસી કોચ એચ-૧ની કેબીન સુધી પહોંચી ગયા હતા.
બાદમાં જયંતી ભાનુશાળી સાથે ઝપાઝપી કરીને છાતી અને આંખ પાસે ગોળી ધરબી હત્યા કરી દીધી હતી.એસઆઈટીની તપાસમાં તા.૧૧ થી ૧૫મી ડિસેમ્બર સુધી મશાર્પ શુટરો કચ્છની પેરેડાઈઝ હોટલમાં રોકાયા હોવાના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. ઉપરાંત શાર્પ શુટર વિશાલ કામ્બલેને પહેલીવાર કચ્છ લાવવામાં નીખીલ, સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ અને મનીષા ગોસ્વામી ટ્રેન મારફતે આવ્યા હોવાના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા.
જો કે, મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી (ભાઈ) સહિત અન્યોને એસઆઈટી પકડી શકી નથી. એસઆઈટીની તપાસમાં સીડીકાંડ અને આંતરિક ડખાના લીધે જયંતી ભાનુશાળીની હત્યા માટે શાર્પશૂટરો બોલાવવામાં આવ્યા હતા. આ શાર્પશૂટરોને આખું કાવતરું પાર પડયા બાદ ગુગલ મેપ દ્વારા કેવી રીતે ભાગવું તે મનીષા અને છબીલ પટેલે તૈયાર કરી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જયંતી ભાનુશાળી કેસમાં ખુલ્યું ટીટી કનેક્શન, જાણો છબીલ પટેલે કન્ફર્મેશન ક્યાંથી મેળવ્યું હતું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/jayanti-bhanusali-case-opened-in-connection-tt-get-chabila-patel-received-confirmation-from/
via Best Gujarati News
0 Comments