સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કૂંડીમાં ગૂંગળાઈને ડૂબી જતાં ત્રણ યુવકનાં મોત
। ભાવનગર ।
ભાવનગર મહાનગરપાલિકાના નારી ખાતે આવેલા દૂષિત પાણીને ચોખ્ખુ કરવાના પ્લાન્ટમાં પાણીના નમૂના લેવા કૂંડીમાં ઉતરેલા યુવકને બચાવવા જતા બે સહિત કુલ ત્રણ પરપ્રાંતીય યુવકો ગૂંગળાઈને મોતને ભેટતા ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.
શહેરના કુંભારવાડાથી આગળ જતા નારી રોડ પર મહાનગરપાલિકાનો ૩૦ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ મદ્રાસની શ્રીરામ ઈપીસીને સોપવામાં આવેલું છે, આ કંપની દ્વારા ઓગસ્ટ ૨૦૧૮થી ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની જવાબદારી નિભાવે છે, જેમાં કામ કરતા કામદારો દ્વારા રોજના નિત્યક્રમ મુજબ પાણીના વિશાળ વોજની બાજુમાં આવેલી કૂંડીઓ વાલ્વ ખોલીને પાણીની બોટલ ભરીને નમૂના લેવાના હોય છે.
આ નિત્યક્રમ મુજબ પાણીના નામૂના લેવા કુંડીમાં ઊતરેલી યુવકે પાણીનો નમૂનો લીધાની સાથોસાથ દૂષિત પાણીથી કૂંડી એકાએક ભરાઈ ગઈ હતી. જેની જાણ થતા તેની સાથે કામ કરતા વધુ એક યુવકે કૂંડીમાં જઈને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, દરમિયાનમાં બંને યુવકો અંદર રહેતા વધુ એક યુવક અંદર જતા તે પણ મોતને ભેટયો હતો.
એટલું જ નહીં પણ ચોથો યુવક અંદર ઊતરવાની તૈયાર કરતા અન્ય કામદારોને તેને રોક્યો હતો, અન્યથા એક સાથે છથી સાત યુવકોની લાશ ઢળી પડે તેવી પરિસ્થિતિ જન્મે તેવી દહેશત હતી. ત્રણ યુવકો મોતને ભેટયા હતા, જેમા ધર્મપાલ રામમાલ પાસવાન (ઉ.૨૪, રહે, રામકૃપાલ હાઉસ નંબર ૫૦, ગલી નંબર ૧૬, જીવનનગર, પાર્ટી નં. ૨, બલ્લબગઢ, ફરિદાબાદ, હરિયાણા), રામસાગર હૌસીલાપ્રસાદ પાસવાન ( ઉ.૨૨, રહે, એચ નં. ૧૨૨, ઉમરાપુર, ઉદ્દાતપુર, ગૌંડા, ઉત્તર પ્રદેશ) અને રાજપાલ મુસર પાસવાન ( ઉ.૨૭, રહે, પુલ્લર હાઉસી નં. ૬૪, જીવનનગર ગૌચ્છી પાર્ટી-૨, વલ્લબગઢ, ફરિદાબાદ, હરિયાણા)ના મોત અંગે જાણ થતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કૂંડીમાં ગૂંગળાઈને ડૂબી જતાં ત્રણ યુવકનાં મોત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/suez-water-treatment-plus/
via Best Gujarati News
0 Comments