। મોરબી ।

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં છાસવા।રે ધાંધીયાથી કરોડોનું નુક્શાન થવાથી ઉદ્યોગકારોની માઠી દશા થઈ ગઈ છે. આ મામલે વારંવાર રજુઆત કરવા છતા ગેસના ધાંધીયા યથાવત રહેતા ઉદ્યોગકારો અકળાઈ ઉઠયા હતા. જેમાં સિરામીક ઝોન વિસ્તાર પીપળી રોડ પર ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરતા ગેસનું પ્રેશર લો થઈ જવાથી અનેક ઉદ્યોગકારોને કરોડોનું નુક્શાન થતા રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ આજે મોરબીની ગેસ ઓફિસ ખાતે મોરચો માંડયો હતો. અને ઉદ્યોગકારો સાથેની બેઠકમાં ગેસ કંપનીએ સિરામીક ઉદ્યોગના ગેસના ધાંધીયાનો પ્રશ્ન ઉકેલવાની ખાત્રી આપી હતી.

મોરબીના સિરામીક ઝોન વિસ્તાર પીપળી રોડ પર ગઈકાલે ગેસનું પે્રશર લો થઈ જતા ઉદ્યોગકારોને કરોડોનું નુક્શાન થયુ હતુ. ત્યારે રોજબરોજના ગેસમાં ધાંધીયાથી સિરામીક ઉદ્યોગને કરોડોનું નુક્શાન થતુ હોવાથી રોષે ભરાયેલા સિરામીક ઉદ્યોગકારો શહેરમાં આવેલી ગુજરાત ગેસ કંપનીની કચેરીમાં રજુઆત કરવા દોડી ગયા હતા. સિરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, મુકેશભાઈ ઉધરેજા સહિતનાએ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી હતી. આ બાબતે મીટીંગ યોજાઈ હતી. જેમાં ગેસ કંપનીના અધિકારીઓએ ગેસના ધાંધીયાનો પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી હતી.

મીટીંગ પુરી થયા બાદ મીટીંગમાં લેવાયેલા નિર્ણય અંગે સિરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યુ કે, અગાઉ એનજીટીએ કોલગેસ પર પ્રતિબંધ લાદી દેતા કોલગેસ વાપરતા તમામ સિરામીક એકમોમાં કોલગેસીફાયર બંધ થઈ ગયા હતા. આથી તમામ સિરામીક એકમો ગેસ આધારીત થઈ ગયા છે. પહેલા ર૦ લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ હતો. તેમાંથી વધીને આશરે ૬૦ થી ૬પ લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ હાલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોરબીમાં ગેસના લો પ્રેશર મુદ્દે સિરામીક  ઉદ્યોગકારોએ ઓફિસે હંગામો મચાવ્યો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/morbi-gas-low-pressure/
via Best Gujarati News

0 Comments