। રાજકોટ ।

સૌરાષ્ટ્રમાં ૨૦૧૪મા ભાજપે જીતેલી લોકસભાની સાતે’ય બેઠકો અને એ પછી ૨૦૧૭ની વિધાનસભામાં કોંગ્રેસે અહી ૨૯ બેઠકો જીત્યા બાદ હવે જે રીતે મતદાન થયું છે તેણે પરિણામ પ્રત્યેની ઉતેજના વધારી દીધી છે. સૌરાષ્ટ્રમા કોંગ્રેસના ૨૬ ધારાસભ્યોના વિસ્તારમા ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની સાપેક્ષમા ૨૦૧૯મા મતદાનની ટકાવારીમા ઘટાડો થયો છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીની સાપેક્ષમા સરેરાશ મતદાન વધ્યું પરંતુ કોંગ્રેસના જીતેલા વિસ્તારોમા ૧૨ બેઠકો એવી છે જ્યારે ૨૦૧૪ની સાપેક્ષમા પણ ઓછું મતદાન થયું છે. ૧૪ બેઠકોમા ૨૦૧૪ કરતા મતદાન વધ્યુ છે પરંતુ ૨૦૧૭ કરતા તો ઓછુ જ થયું છે. ૯ બેઠકો એવી છે જ્યા ૬૦% થી વધુ મતદાન થયુ છે. ઉના અને ગીર સોમનાથમા ૭૦% થી વધુ મતદાને જૂનાગઢના જંગને વધું રોમાંચક બનાવી દીધો છે. જામનગર જિલ્લામા કોંગ્રેસના કબ્જામા રહેલી વિધાનસભાની ચાર બેઠકોમા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. ગત વખતે હાર્દિક પટેલના કારણે પાટીદાર મતોના પ્રભાવ વચ્ચે જામ જોધપૂરમાં કોંગ્રેસને સાંકડી સરસાઈથી જીત મળેલી, કાલાવડ અને જામનગર ગ્રામ્યમાં આ વખતે ભાજપે એડી ચોટીનુ જોર લગાવ્યુ છે તો બીજી તરફ હાર્દિકે પણ અહી પ્રચાર કર્યો છે. ખંભાળીયામાં માડમ પરિવારના બંને દિગ્ગજો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ મનાય છે.

કોંગી MLAની બેઠકોમા ટોપ – ફાઈવ વોટિંગ

* ટંકારામા      ૬૭.૩૨%

* વાંકાનેરમા    ૬૬.૧૨%

* સોમનાથમા   ૭૦.૮૫%

* ઉનામા        ૭૦.૭૨%

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સૌરાષ્ટ્રમાં ૨૬ કોંગી MLAના વિસ્તારોમાં ૨૦૧૭ની તુલનાએ મતદાનમાં કડાકો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-saurashtra-26-congress-mla-no/
via Best Gujarati News

0 Comments