આજનો દિવસ ભાવનગર માટે કાળભર્યો રહ્યો છે. ભાવનગરનાં સિદસર 5 વારીયા નજીક યુવાન પર છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. 24 કલાકમાં જિલ્લામાં હત્યાની બીજી ઘટના બનતા પોલીસ સહિત તંત્ર દોડતું થઇ ગયું હતું. ત્યાં જ ભાવનગરનાં કુંભારવાડા નારીરોડ પાસે આવેલ બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટની બાજુમાં એક ગંદા પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટમાં ડુબી જવાથી ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.

ભાવનગરનાં કુંભારવાડામાં આવેલા પ્લાન્ટમાં આ બનાવ બન્યો છે. સમગ્ર બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને થતાં બંને ટીમ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમે ત્રણેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. હાલ ત્રણેયના મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાની વિગત મુજબ ભાવનગરનાં કુંભારવાડા નારીરોડ પાસે આવેલ નજીક એક ગંદા પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં કામ કરી રહેલા ત્રણ કર્મીઓ વાલ્વ બંધ કરવા ગયા હતા. જેમાં એકને બચાવવા જતાં બીજા 2 જણા પણ તેની સાથે ડુબી ગયા હતા.

થોડો સમય થતા વાલ્વ બંધ કરવા ગયેલા કર્મચારી પાછા ફર્યા નહી તો અન્ય કર્મીઓ તેને શોધવા માટે ગયા પરંતુ તેમનો પતો ન મળતા તે લોકો ડુબી ગયા હોવાની શંકા થઈ. જેથી કર્મીઓએ તુરંત ઉપરી અધિકારીને જાણ કરતા ફાયરની ટીમને ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયની લાશ બહાર કાઢી લીધી છે. ત્રણેયનાં મૃતદેહને 108 એમ્બ્યુલન્સમાં નજીકની સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભાવનગર માટે આજનો દિવસ ગોજારો સાબિત થયો, હત્યામાં 2 અને 3 યુવાનોનાં ડૂબી જતાં મોત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/bhavnagar-two-murder-and-three-people-die-in-water-plant/
via Best Gujarati News

0 Comments