કોર્પોરેટરોએ AMC પર માછલાં ધોયા, ઉચ્ચ અધિકારીઓની બદલીના સંકેત
AMCએ લીધેલા અણધડ નિર્ણયોની અસર અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન ઉપર વર્તાઇ હોવાની ચર્ચા ખુદ ભાજપના કોર્પોરેટરો જ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી માથે હતી છતાં પ્રોપર્ટી ટેક્સમાં રાતોરાત વ્યાજ માફીની સ્કીમ બંધ કરી દેવાઇ હતી. આડેધડ પ્રોપર્ટી ટેક્સના નામે મિલકતો સીલ કરાઇ હતી સાથે અડધો ટેક્સ ભરી દુકાનદારોની મિલકતોના સીલ ખોલવાની નીતિ બંધ કરી દેવાઇ હતી જેથી શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી જેથી ભાજપનો ગઢ ગણાતી અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર મતદાન ઘટયું છે જે અંગે છેક હાઇકમાન્ડ સુધી રજૂઆતો થઇ ચૂકી છે. સુત્રો એવું પણ કહી રહ્યાં છે કે, અગામી ૨૩મી મેના દિવસે પરિણામ આવ્યા બાદ AMCમાં ઉચ્ચ અધિકારીઓની બદલીઓનો દોર આવશે તે નક્કી છે.
અમદાવાદની બે લોકસભા બેઠકો અને ગાંધીનગરની એક લોકસભા બેઠકમાં મોટાભાગનો અમદાવાદ શહેરનો વિસ્તાર આવે છે. અમદાવાદ એ ભાજપનો ગઢ ગણાય છે પણ આ વખતે ભાજપ પ્રદેશ કક્ષાના નેતાઓએ મ્યુનિ.ના અધિકારીઓને બેફામ સત્તા આપી હતી. ભાજપના કોર્પોરેટરો ખુદ લોકસભાની ચૂંટણી માથે છે તેવામાં કેટલાંક નિર્ણયોનો વિરોધ કર્યો હતો પણ તેમનું ચાલ્યું ન હતુ. પ્રોપર્ટી ટેક્સમાં આડેધડ મિલકતો સીલ કરાઇ હતી. વેપારીઓમાં આ અંગે રોષ જોવા મળ્યો હતો.
બીજી તરફ વ્યાજ માફી જેવી સ્કીમ બંધ કરી દેવાઇ હતી. જેની અસર પણ થશે તેવું કેટલાંક સિનિયર કોર્પોરેટરોએ કહ્યું હતુ પણ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ માન્યા ન હતા. ૨૩મી એપ્રિલના રોજ મતદાનના દિવસે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક ઉપર મતદાન ઉપર તેની અસર વર્તાઇ હતી. કેમ કે, અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ૬૧.૩૨ ટકા મતદાન થયું હતુ જે ગત ૨૦૧૪ની સરખામણીએ ૦.૨૭ ટકા ઓછું હતુ. અહીં મતદાનને ૬૫ ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક હતો પણ તે પૂર્ણ થયો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોર્પોરેટરોએ AMC પર માછલાં ધોયા, ઉચ્ચ અધિકારીઓની બદલીના સંકેત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-corporate-angry-from-amc-the-high-officers-of-the-transfer/
via Best Gujarati News
0 Comments