શ્રીલંકાના કોલંબોમાં રવિવારે થયેલાં આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા 400ને પાર થઈ ગઈ છે. આ મામલે કોલંબો પોલીસે કાર્યવાહી કરતાં પાકિસ્તાનનાં નવ નાગરિકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકોએ આતંકીઓને બોમ્બ બનાવવાનો સામાન અને સામગ્રી ઉપલબ્ધ કરાવી હતી. આ તમામ નવ લોકોની અલગ-અલગ પૂછપરછ કરાઈ રહી છે.

આ અગાઉ ગુરુવારની સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી 40 કિમી દૂર પુગોડા વિસ્તારમાં એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.

શ્રીલંકા આતંકી હુમલાની તપાસમાં દરરોજ નવા ખુલાસા થતા રહે છે. શ્રીલંકા સરકારના મંત્રી લક્ષ્મણ કિરિયેલ્લાએ પોતાની ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ પર જ સવાલ ઉભા કરી દીધા છે. તો તપાસમાં સામે આવ્યું છે કે નવ આત્મઘાતી હુમલાખોરોમાં એક મહિલા પણ સામેલ હતી. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકા હુમલોઃ PAK નાગરિકોએ બોમ્બ બનાવવાનો સામાન અને સામગ્રી ઉપલબ્ધ કરાવી appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pakistani-citizens-made-bombs-goods-and-materials-available/
via Best Gujarati News

0 Comments