અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા મિત્ર હોવાનો દાવો કરતા હોય પરંતુ અમેરિકાના નિર્ણયથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે. ભારત અને અમેરિકાના મજબૂત થતા સંબંધો વચ્ચે અમેરિકાના વલણથી ભારતને આશ્ચર્ય થયો છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમેરિકાએ જાહેરાત કરી હતી કે તેઓ ભારત સહિત અન્ય દેશોને ઇરાનથી ક્રૂડ આયાત કરવા માટે આપેલ છૂટની અવધિને આગળ નહીં વધારે એવો નિર્ણય કર્યો છે. અમેરિકાના નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ભાવમાં જંગી ઉછાળો જોવા મળ્યો અને ભાવ છ મહિનાની ટોચે પહોંચ્યા. જેનો સૌથી વધુ પ્રભાવ ભારત પર જોવા મળ્યો.

જોકે પશ્ચિમ દેશોના કેટલાક નેતાઓ સાથે મતભેદ વચ્ચે ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે તેમની દોસ્તીની વાત કરતા આવ્યા છે. પરંતુ અમેરિકાના ઇરાન સંબંધી નિર્ણય બાદ દેશમાં વિપક્ષ દળ કોંગ્રેસ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે દેશની તેલ જરૂરિયાતો અને સુરક્ષા મુદ્દે બીજેપી હાલ ચૂપ છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક ભારતીય અધિકારીએ નામ ન જાહેર કરવાની શર્તે કહ્યું કે ઇરાન પર અમેરિકાનું વલણ હેરાન અને નિરાશ કરાવે એવું છે. અમને અપેક્ષા હતી કે એક પ્રમુખ રક્ષા અને રણનીતિક ભાગેદાર હોવાના કારણે અમેરિકા અમારી ચિંતાઓ વિશે વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસન ઇરાનની આવકના પ્રમુખ માર્ગ બંધ કરવા માગે છે. જેથી ઇરાનને આતંક અને પરમાણુ કાર્યક્રમના મુદ્દે દબાવી શકે.

નોંધનીય છે કે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનાર દેશ છે. અધિકારીએ કહ્યું કે ભારતે ઇરાનથી કુલ તેલ આયાતમાં લગભગ 17 ટકાનો ઘટાડો કર્યો છે. અમે આ ઘટાડો એટલા માટે નથી કર્યો કે અમે યુએસની સાથે હતા. પરંતુ એટલા માટે કર્યો કારણ કે અમે રણનીતિક ભાગીદાર છીએ. રિપોર્ટ મુજબ આ પહેલા માર્ચ મહિનામાં અમેરિકાએ કહ્યું હતું કે ભારતની ઇરાનથી ક્રૂડ તેલ આયાતમાં ઘટાડો છૂટ આગળ વધારવા માટે પર્યાપ્ત છે. પરંતુ તેમ છતા અમેરિકાનું આ વલણ ભારત માટે આશ્ચર્યજનક છે.

જોકે હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તેથી સરકાર કોઈ નીતિગત નિર્ણય લઈ ન શકે તેથી સરકારે અમેરિકા પાસે તેના નિર્ણયને 90 દિવસ સુધી લાગૂ ન કરવાની માગ કરી છે. ઉપરાંત ભારત રશિયાથી એસ-400 મિસાઇલની ખરીદારીને અંતિમ રૂપ આપી રહ્યો છે. તેથી અમેરિકા અને ભારતની દોસ્તીમાં અવરોધ ઉભો થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેરિકાના વલણે વધારી ચિંતા, ઇરાનથી ક્રૂડ આયાત પર ફસાયું ભારત appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/us-trend-increased-india-crude-oil-tension-as-trade-with-iran/
via Best Gujarati News

0 Comments