પોર્ન ફિલ્મ જોવાનું પતિને પડયું ભારે, ગુસ્સામાં આવી માથાભારે પત્નીએ ભર્યું આવું પગલું
અમેરિકાના અરકાંસસ (Arkansas)માં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહિંયા એક મહિલાએ પોતાના પતિની ગોળી મારી એટલા માટે હત્યા કરી દીધી કારણ કે, તેના ઘરના સેટેલાટઇટ બિલમાં પોર્ન ચેનલનું સબસ્ક્રાઇબ જોવા મળ્યું. અરકાંસસ પોલીસે હત્યાની આરોપી 69 વર્ષીય પૈચ્રીસિયા એન હિલની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરી.
કોર્ટમાં પૈટ્રીસિયા એન હિલએ જણાવ્યું કે, તે માનસિક રૂપે પરેશાન હતી. તેના પતિ ફ્રેંક હિલ સાથે હંમેશા ઝઘડો થયો હતો. પતિ ફ્રેંક હિલને પોર્ન ફિલ્મો જોવાની લત લાગી ગઇ હતી. મનાઇ કરવા છતા પણ તે પોર્ન ફિલ્મો જોતો હતો. પતિ ફ્રેંક હિલની પોર્ન ફિલ્મ જોવાની લતથી કંટાળી તેણે સેટેલાઇટ ટીવીથી પોર્ન ચેનલ ડિલીટ કરવા દીધી હતી. પરંતુ કેટલાક દિવસો બાદ બિલ આવ્યુ તો તે દંગ રહી ગઇ.
પૈટ્રીસિયાના પતિ ફ્રેંક હિલએ ફરીથી પોર્ન ચેનલનું સબસ્ક્રાઇબ કરી નાંખી હતી. બિલ જોઇ પૈટ્રીસિયા પોતાનું માનસિક સંતુલન ખોઇ બેઠી અને બંદૂક નીકાળી તેના પતિને તેણે ગોળી મારી દીધી. પોલીસે તપાસમાં જોયુ કે, પૈટ્રીસિયાએ બે ગોળીઓ મારી હતી. જેમાથી એક ગોળી ફ્રેંકના પગમાં અને બીજી માથામાં વાગી હતી. પૈટ્રીસિયાએ જ્યારે ફ્રેંકને ગોળી મારી ત્યારે તે ઘરની બહાર શેડમાં બેસીને બીયર પી રહ્યો હતો.
પોલીસનું કહેવું છે કે, તે પૈટ્રીસિયા સાથે પૂંછપરછ કરી રહી છે. તેમને શંકા છે કે, આ મામલો ક્યાંક પૈસા અને સંપત્તિ સાથે તો જોડાયેલો નથી. ત્યાં જ પોલીસનું એવું પણ કહેવું છે કે, પતિ ફેંકની હત્યા બાદ પત્ની પૈટ્રીસિયા અજીબોગરીબ નિવેદનો આપી રહી છે. તેની માનસિક સ્થિતિ ઠીક નથી. હાલમાં તેની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પોર્ન ફિલ્મ જોવાનું પતિને પડયું ભારે, ગુસ્સામાં આવી માથાભારે પત્નીએ ભર્યું આવું પગલું appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-america-the-wife-killed-her-husband/
via Best Gujarati News
0 Comments