શ્રીલંકામાં લોકો હજુ સુધી ઇસ્ટરના દિવસે થયેલા બ્લાસ્ટના આઘાતમાંથી ઉભરી શકયા નથી. કોલંબોના સબઅર્બ વિસ્તારમાં રહેતા ફાતિમા ફઝલાને હજુ સુધી વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમના પાડોશી પણ મુખ્ય આત્મઘાતી હુમલાખોર હતા. માહેવેલા ગાર્ડન્સમાં રહેતા બે ભાઇઓએ શાંગ્રી-લા હોટલ અને એક બીજી હોટલમાં બ્લાસ્ટને અંજામ આપ્યો.

પરિવાર સાથે જોડાયેલા એક સૂત્રે કહ્યું કે 33 વર્ષના કોપર ફેકટરીના માલિક ઇંશાફ ઇબ્રાહિમે શાંગ્રી-લા હોટલમાં થયેલા બ્લાસ્ટમાં મુખ્ય આત્મઘાતી હુમલાખોર હતો. એક સંબંધીએ નામ ના આપવાની શરત પર કહ્યું કે જ્યારે હુમલાના દિવસે પોલીસ તેમના ઘરે રેડ માટે પહોંચી તો તેના નાના ભાઇ ઇલ્બામ ઇબ્રાહીમે એક બોમ્બ દ્વારા પોતાને ઉડાવી દીધો સાથો સાથ પોતાની પત્ની અને ત્રણ બાળકોના પણ જીવ લઇ લીધા.

ઇબ્રાહિમ પરિવારના ઘરથી થોડાંક જ દૂર રહેતા ફઝલા કહે છે કે અમને હંમેશા એવું લાગ્યું કે તે લોકો ખૂબ સારા હતા. બોમ્બ બ્લાસ્ટને અંજામ આપનાર ભાઇઓના નામ હજુ સુધી ના તો શ્રીલંકા પ્રશાસને રજૂ કર્યા છે અને ના તો પોલીસે તેમના નામોની પુષ્ટિ કરી છે. જો કે સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જરૂર તેમનો ઉલ્લેખ કર્યો છે.

બંને ભાઇઓના પિતા મોહમ્મદ ઇબ્રાહિમની પોલીસે હાલ ધરપકડ કરી લીધી છે. ઇબ્રાહિમ કોલંબોના ધનિક બિઝનેસમેન છે અને તેમના 6 દીકરા અને 3 દીકરીઓ છે. જો કે ઇબ્રાહીમના સંબંધી, સ્ટાફ અને મિત્રો માટે એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તેમનો પરિવાર આ બ્લાસ્ટને અંજામ આપવામાં સામેલ હતો.

બે યુવાન દીકરીઓની માતા ફઝલાનું કહેવું છે કે અમે હજુ સુધી વિશ્વાસ કરી શકતા નથી કે આ પરિવારે આવું કર્યું. આ પરિવારના વિસ્તારમાં ખૂબ પ્રતિષ્ઠા હતી કારણ કે આ લોકો મુશ્કેલ સમયમાં લોકોની ખાવા-પીવાનો સામાન અને પૈસામાં મદદ કરતાં હતા. જો કે હવે આવનાર મુશ્કેલ સ્થિતિ માટે ચિંતિત ફઝલા કહે છે કે જે કંઇ પણ થયું તેને કેટલાંક લોકો એ અંજામ આપ્યો. પરંતુ તેમના લીધે હવે તમામ મુસલમાનોને શંકાની દ્રષ્ટિએ જોઇ રહ્યાં છે.

પરિવાર સાથે જોડાયેલા એક સૂત્રે કહ્યું કે 31 વર્ષના ઇલ્હામ ખૂબ જ કટ્ટરપંથી વિચારતા હતા અને સ્થાનિક ઇસ્લામિક ગ્રૂપ સાથે જોડાયેલા પણ હતા. તેઓ ખુલ્લેઆમ તૌહીદ જમાતની મીટિંગમાં સામેલ થવાનો દાવો પણ કરતાં હતા. પહેલાં આ સંગઠન પર ધડાકાને અંજામ આપવાનો આરોપ મૂકયો હતો. જો કે સંબંધીઓનું કહેવું છે કે તેમનો મોટો ભાઇ ઇન્સાફ વધુ દયાળુ હતો અને તે લોકોને હંમેશા મદદ કરતો હતો. જ્વેલરી અને બીજા બિઝનેસ દ્વારા તેમની સારી એવી કમાણી થતી હતી અને તેને પૈસાની પણ કોઇ મુશ્કેલી નહોતી.

ઇબ્રાહીમ પરિવારના પાડોશી સંજીવા જયસિંઘેનું કહેવું છે કે હું હજુ પણ આઘાતમાં છું. મારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે તેના પરિવારના સભ્યોએ આ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો. શ્રીલંકામાં લોકોમાં ઇબ્રાહિમ પરિવારની વિરૂદ્ધ ખૂબ નારાજગી છે, પરંતુ કેટલાંક લોકો એવા પણ છે જે તેમને યાદ કરી રહ્યા છે. ઇંશાફની કોપર ફેકટરીમાં કામ કરનાર એક મજૂરનું કહેવું છે કે તેઓ સારા માલિક હતા અને હંમેશા બીજાની મદદ કરતા હતા. તેમના જેવા માલિક મળવા મુશ્કેલ છે. હું તેમની સાથે કામ કરતાં ઘણી ખુશ છું.

આ Video પણ જુઓ : સાબરકાંઠામાં CMના કાફલાને નડ્યો અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકા: આતંકી હુમલામાં એક ધનિક પરિવારનું ચોંકાવનારું કનેકશન ખૂલ્યું appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/two-srilanka-bombers-were-sons-of-colombo-spice-tycoon/
via Best Gujarati News

0 Comments