પરિવારની અભિનય પરંપરા શશીના સંતાનોએ આગળ ન ધપાવી
રીયલ રિલેશન :- નમન મુનશી
અભિનય સાથે ફેમિલીમાં પણ પ્રગતિ થતી રહી. પહેલા કુણાલનો જન્મ ૨૬ જૂન ૧૯૫૯ના રોજ, ત્યારબાદ ૧૮ જાન્યુઆરી ૧૯૬૨ એ કરણની જન્મ તારીખ અને ૨૭ નવેમ્બર ૧૯૬૭ ત્રીજા સંતાનના રૂપમાં સંજના. વારસામાં અભિનય, ઘરમાં જ એક એકથી ચઢિયાતા કલાકારો તેમજ ફ્લ્મિી નગરીમાં ઉછેર, સ્વાભાવિક છે ત્રણેય માટે એક્ટિંગનું આકર્ષણ હોવાનું જ.
ફ્લ્મિ-ટીવી એક એવું માધ્યમ છે જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની ટેલેન્ટના જોરે સફ્ળ થઇ શકે છે. પિતા, કાકા, દાદા, કઝિન્સ બધા જ ફ્લ્મિોમાં એટલે આ ત્રણે માટે દરવાજા ખુલ્લા જ હતા. પરંતુ ફ્ક્ત આવડત કે ખાનદાની સપોર્ટ આ ક્ષેત્રે સફ્ળતાની ગેરંટી નથી આપતું. હા, તક જરૂર અન્યની સરખામણીમાં સહેલાઈથી પ્રાપ્ત થાય છે. તક મળ્યા પછી તમારે બોક્સઓફ્સિ પર ફ્લ્મિ હિટ કરવી પડે છે, જો તેમાં નિષ્ફ્ળ નિવડો તો ગમે તેટલા હોનહાર હો, નવી ફ્લ્મિ મેળવવી મુશ્કેલ થઇ પડે છે. કારણ દરેક વ્યક્તિ અહીં કમાવવા આવે છે, ગુમાવવા નહીં.
કુણાલ અને કરણ બંને માટે સૌથી મોટી સમસ્યા તેમનો દેખાવ હતો, ભારતીય શશી અને બ્રિટિશ જેનીફ્રના બંને દીકરાઓનો લુક્સ ચાર્મિંગ હતો, પરંતુ ફેરેનર જેવો. તેઓ ભારતીય ઓછા અને બ્રિટિશર વધારે લાગતા હતા. ઇંગ્લીશ ફ્લ્મિ ‘સિદ્ધાર્થ’ (૧૯૭૨) થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. શશી કપૂર ર્નિિમત ફ્લ્મિ ‘જુનુન’ પણ ખરી. મુખ્ય પ્રવાહમાં લીડ એક્ટર તરીકે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, પદ્મિની કોલ્હાપુરે સાથે લવ સ્ટોરી ફ્લ્મિ ‘આહિસ્તા આહિસ્તા’. ‘વિજેતા’, ‘ઉત્સવ’ અને ‘ત્રિકાલ’ જેવી સારી કહી શકાય તેવી ફ્લ્મિો કર્યા પછી ય સંતોષ ન હતો કેમ કે એક વાત સામે આવી રહી હતી તે પ્રેક્ષકોમાં સ્વીકારાતી નહોતી.. કપૂર ખાનદાનનું ફ્રજંદ હોવાથી ઓફ્ર તો મળતી હતી પણ પ્રેક્ષકો તરફ્થી વોર્મ વેલકમ નહિ મળ્યું, તેથી ૧૯૮૭માં એક્ટિંગ છોડી પોતાની કંપની સ્થાપી – ‘એડફ્લ્મિ-વાલાસ’. નામ પ્રમાણે જ કંપની ભારતીય ટેલિવિઝન માટે એડ નિર્માણ તેમજ દિગ્દર્શન કરે છે.
કુણાલના લગ્ન જાણીતા ફ્લ્મિ નિર્માતા (શોલે, શક્તિ, અંદાઝ) રમેશ સિપ્પીની દીકરી શીના સાથે થયા, શીનાની ઓળખ માત્ર રમેશ સિપ્પીની છોકરી તરીકેની જ નથી. તે જાણીતા ફેટોગ્રાફ્ર છે. ૨૫થી વધુ વરસની ફેટોગ્રાફ્ર, ડિઝાઈનર તેમજ ક્રિયેટિવ કન્સલ્ટન્ટ ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિ છે. ગોવા ખાતે રિયલ એસ્ટેટમાં આગવું સ્થાન ધરાવે છે. કુણાલ-શીનાને બે સંતાન છે પુત્ર ઝહન અને પુત્રી શાઇરા. હવે છૂટાછેડા લીધા છે. થોડા સમય પહેલાં અક્ષયકુમારની ફ્લ્મિ ‘સિંઘ ઇસ બ્લિન્ગ’ માં જોવા મળ્યા હતા.
કુણાલના ભાઈ કરણની હિન્દી ફ્લ્મિી કારકિર્દી તો કુણાલ કરતાં ય નાની રહી છે. જુહી ચાવલા જોડે ‘સલ્તનત’ તેમજ ધર્મેન્દ્ર સાથે ‘લોહા’ ઉપરાંત ઘરની ફ્લ્મિ ‘જુનુન’ અને ‘૩૬ ચૌરંગી લેન’. કરણ કપૂરનો લુક એક્ટર જેવો હોવા છતાં નસીબે તેને સાથ આપ્યો નહોતો. ત્યાર બાદ ઓફ્ર ન મળતાં, કરણે ફ્લ્મ્સિમાં કામ કરવાનું બંધ કર્યું હતું. નાનપણથી જ શોખ થોડો જુદો જ, ફેટોગ્રાફીનો. આજે કરણ કપૂર વિશ્વના ટોચના ફેટોગ્રાર્ફ્સમાં સ્થાન ધરાવે છે. આજે કરણની ફેટોગ્રાફીની ચારે બાજુ ચર્ચા છે. કરણે એન્ગ્લો-ઇન્ડિયન સમુદાય પર ઘણું રિસર્ચ કર્યું છે. ૨૦૧૭માં મુંબઈ, બેગલુરુ, કોલકાતા, દિલ્હી, અમદાવાદ, જયપુર જેવાં શહેરોમાં તેની ફેટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું હતું. તેને ભારતમાં ઘણા પ્રોજેક્ટ કરવાની ઈચ્છા છે.
હિન્દી ફ્લ્મિોમાં ભલે ખાસ કામ ન મળ્યું, પરંતુ બ્રિટિશ ટેલિવિઝન પર ‘ધ જવેલ ઈન ક્રાઉન’, ‘સાઉથ ઓફ ધ બોર્ડર’ ‘ધ ટૂલિંગ લાયન્સ’ જેવી સિરીઝમાં કામ કર્યું છે. લંડનનો રહેવાસી કરણ, લોર્ના નામની કન્યાનો પતિ છે, તેને બે બાળકો છે, આલિયા અને ઝેક.
લાંબી, પાતળી, આકર્ષક વળાંકો, ભૂખરી આંખોવાળી સંજના હિન્દી ફ્લ્મિમાં હિરોઈન માટે પરફેક્ટ મટીરિયલ ધરાવે છે. તેણે પણ એક્ટિંગ તો કરી જ હતી. ફ્લ્મિ ‘૩૬ ચૌરંગી લેન’ માં તેની જ રિયલ મધર જેનિફ્ર પણ એક્ટ્રેસ હતી, જેના બચપણનો રોલ સંજનાએ નિભાવ્યો, ‘ઉત્સવ’માં દેખા દીધી અને એક્ટ્રેસ તરીકે ‘હીરો હીરાલાલ’, નસીરુદ્દીન શાહ સાથે.
ફ્લ્મિી વાતાવરણમાં ઉછરેલ સંજના માટે હિરોઈનનું કેરેક્ટર એટલું આકર્ષણ જમાવતું નહતું. તેનું મન જુદું જ ફીલ કરતું હતું. ૧૯૮૯માં આવેલી ‘હીરો હીરાલાલ’ સફ્ળ રહી હોવા છતાં તેણે માત્ર બે જ ફ્લ્મિ કરી. બીજી ફ્લ્મિ મીરા નાયરની ‘સલામ બોમ્બે’ ૧૯૮૮માં. તે પણ પોતાની ભત્રીજીઓ કરીના અને કરિશ્મા જેમ શાનદાર ફ્લ્મિી કરિયર બનાવી શકે તેવી હતી જ, પરંતુ આ લેડી કપૂર જુદું જ સ્વપ્ન લાંગરીને બેઠી હતી. દાદા, પૃથ્વી રાજકપૂરના, પૃથ્વી થિયેટર ગ્રૂપની માવજત કરવાનું સ્વપ્ન. હકીકતમાં તે માત્ર એક વારસો જ ભોગવતી ન હતી, પરંતુ સંસ્થાને ભવિષ્ય આપ્યું છે. એક ચાલાક, ચપળ સંચાલક, મોહક અને રંગમંચની ક્રેઝી સંજના નાટકીય પ્રવૃત્તિ દ્વારા અનેક કલાકારોનું સર્જન કરવામાં વ્યસ્ત છે. તે પોતાના અનુભવોનો નવા કલાકારોને મંચસ્થ કરવામાં ઉપયોગ કરી રહી છે.
લગ્ન કર્યા, ફેમસ ફ્લ્મિ બનાવનાર બાસુ ભટ્ટાચાર્ય અને રિંકી ભટ્ટાચાર્ય (આ રિંકી વળી બિમલ રોયની પુત્રી) ના છોકરા આદિત્ય જોડે. આદિત્ય ‘મંડી’ જેવી ફ્લ્મિનો એક્ટર-ડિરેક્ટર, પણ જામ્યું નહિ એટલે છુટા પડયા. બીજા લગ્ન કર્યા વાઘ સંરક્ષણવાદી વાલ્મીક થાપર જોડે. જર્નાલિસ્ટ રોમેશ અને તેના પત્ની રાજ થાપર તેના સસરા-સાસુ થાય. સંજના-વાલ્મીકને એક પુત્ર છે – હમીર
cine@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પરિવારની અભિનય પરંપરા શશીના સંતાનોએ આગળ ન ધપાવી appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/family-acting-tradition-shash/
via Best Gujarati News
0 Comments