વજન ઉતારવા માટે આ રીતે કરો કસરત, મળશે તાત્કાલીક ફાયદો
ફિટનેસ
જો તમે નિયમિત રીતે કસરત કરતા હોવ અને છતાં તમને લાગે કે વજન ઓછું થતું નથી. તમારૃં ધાર્યું પરિણામ મળતું નથી તો એનો અર્થ એવો નથી થતો કે તમે કસરત બરાબર નથી કરતા. એનો અર્થ એવો છે કે તમે તમારા રોજના રૂટીનમાં નાન નાના ફેરફાર નથી કરતા.
નાના નાના પડકારરૂપ ફેરફાર
આ ફેરફાર તમારા માટે વધારાની ચેલેન્જ ઊભી કરે એવા હોવા જોઈએ. દા.ત.: તમે બે સ્ટ વચ્ચે એક મિનિટ આરામ કરતા હોવ તો કોઈક દિવસ પાંચથી દસ સેકન્ડ ટાઈમ ઘટાડી દો. વેઈટ ઉપાડતા હોવ તો કોઈ એક દિવસ વજનમાં ૨૦૦-૫૦૦ ગ્રામ ઉમેરી દો. દોડવાની કસરતમાં કોઈક દિવસ ૫૦ ડગલાં વધારે દોડવાનું કરો. આવ નાના નાના ફેરફારથી તમને નવિનતા મળી રહેશે અને શરીરને વધારાની કવાયત. ફેરફારના કારણે તમને કસરત કરતી વખતે આનંદ મળશે અને એનું પરિણામ પણ તમને આનંદ આપશે.
પાણીમાં પીપરમિન્ટ ઉમેરો
કસરત કરતાં પહેલાં તમે જે હળવો નાસ્તો લેતા હોવ કે ડ્રિન્ક લેતા હોવ એમાં એક ટીપું પીપરમિન્ટ(ફુદીનાનો અર્ક) ઉમેરવાનું રાખો. કસરત સાથેનો પોષક આહાર તપાસતા નિષ્ણાતોને જાણવા મળ્યું છે કે એક જ ટીપું પીપરમિન્ટ સ્નાયુઓને વધારે નિરાંતવા રાખે છે. એટલે કસરતમાં હળવાશ રહે છે. આવું એટલા માટે થાય છે કે મિન્ટ તમારા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી આપે છે. હિમોગ્લોબિનને વધુ કાર્યક્ષમ બનાવી દે છે. આ રીતે મગજને પણ વધારે ઓક્સિજન મળવાથી તમને ખુબ નિરાંતનો અનુભવ થાય છે. કસરત કરતી વખતે મનમાં નિરાંત રહે એ ખુબ જ જરૂરી હોય છે.
ભારે કસરતમાં આરામ અડધો જ કરો
જો તમને ભારે કસરત ફાવતી હોય તો કસરતના બે સેટ વચ્ચે આરામનો ગાળો ૨:૧નો રાખો. એટલે કે એક મિનિટનો સેટ પુરો કર્યા પછી આરામનો ગાઈો માત્ર ૩૦ સેકન્ડનો જ રાખો. આમ કરવાથી જરૂરી આરામ પણ મળી જશે અને કસરતની તીવ્રતા પણ વધશે. કસરત વધુ તીવ્રતાથી કરવામાં આવે તો એનું પરિણામ બધા જ જાણે છે. માનો કે તમે દોડવાની કીસરત કરી રહ્યા છો. તો દર બે મેનિટ દોડયા પછી એક મિનિટનો આરામ કરો.
સતત પાંચ મિનિટ દોડયા હોવ તો અઢી મિનિટનો આરામ લો. પછી તરત બીજો સેટ શરૂ કરો. અહીં નિષ્ણાતો કહે છે કે પાંચ મિનિટ દોડીને અઢી મિનિટનો આરામ લેવાને બદલે એક મિનિટ દોડીને અડધી મિનિટનો આરામ લેવાથી વધારે સારૃં રીઝલ્ટ મળી શકે છે. એમ કરવાથી હૃદયના ધબકારા સતત વધારે લેવલ જાળવી રાખે છે અને શીરના એકેએક કોષમાં ઓક્સિજન વધારે પ્રમાણમાં વપરાતો રહે છે. આ બંને હકીકતો તમારા આરોગ્ય માટે અને વજન ઓછું કરવા માટે બેસ્ટ છે.
કસરતની દરેક હિલચાલ ચોકસાઈથી કરો
તમે દોડવાની કસરત કરો, વજન ઉપાડો કે પુશ-અપ્સ કરો દરેકમાં તમારે શરીરના એકેએક સ્નાયુને શી રીતે કેટલો તાણવાનો છે એની તમને ખબર હોવી જોઈએ અને દરેક હિલચાલમાં ચોકસાઈ હોવી જોઈએ. દા.ત.: તમે પુશ-અપ્સ કરી રહ્યા છો. એમાં બે હાથ વચ્ચે જે જગ્યા હોવી જોઈએ. પંજા જે દિશામાં હોવા જોઈએ. કોણીની સ્થિતિ ચોક્કસ કેવી હોવી જોઈએ. પગના પંજા કેવી સ્થિતિમાં હોવા જોઈએ.
કમર ખભા અને માથું કેવી રીતે એક સીધમાં હોવા જોઈએ.વગેરે બધી જ વિગતો તમને ચોક્ક ખબર હોવી જોઈએ અને તમે પુશ-અપ્સ કરો તો આ દરેક પોઝીશન જળવાઈ રહેવી જોઈએ. જો તમારા શરીરની સ્થિતિ અને હિલચાલ ચોકસાઈભરી ન હોય તો તમે ૧૦૦ પુશ-અપ્સ કરશો તો પણ તમને એનો કઈ સ્વાસ્થ્ય લાભ નહીં જ મળે. એના બદલે ચોક્સાઈથી માત્ર ૧૦ પુશ-અપ્સ કરશો તો પણ એનો તમને પુરેપુરો લાભ મળશે. એટલે દર વખતે જે કસરત કરો એ ચોકસાઈપૂર્વક કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વજન ઉતારવા માટે આ રીતે કરો કસરત, મળશે તાત્કાલીક ફાયદો appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/do-this-to-get-weight-loss-exercise-get-immediate-benefit/
via Best Gujarati News
0 Comments