શ્રીલંકામાં ગત રવિવારે થયેલ શ્રેણીબદ્ધ આતંકી હુમલાઓથી સંપૂર્ણ દેશમાં આક્રોશ છે. આ આત્મઘાતી હુમલા પછી શ્રીલંકાના સંરક્ષણ સચિવ હેમસિરિ ફર્નાંડોએ તેમના પદથી રાજીનામું આવ્યું છે. આ રાજીનામું શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાની માગ પર આપવામાં આવ્યું છે. એમ સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશના સંરક્ષણ સચિવ હેમસિરી ફર્નાંડો અને દેશના પોલીસ પ્રમુખ પુજીત જયસુંદરાને તેમના પદથી રાજીનામું આપવા કહ્યું હતું. રિપોર્ટ મુજબ ગુપ્ત માહિતીઓ હોવા છતા હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહેતા બન્ને અધિકારીઓને રાજીનામું આપવા કહ્યું હતું. ઇસ્ટર ડેના દિવસે થયેલ વિસ્ફોટો બાદ કાલ રાતે પહેલીવાર રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કરતા કહ્યું કે આગામી 24 કલાકની અંદર સુરક્ષા સંસ્થાઓમાં ટોચના સ્તરે ફેરફાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિના નજીકના સૂત્રોએ એક ખાનગી મીડિયાને જણાવ્યું કે સિરીસેનાએ બે અધિકારીઓને તેમના પદથી રાજીનામું આપવા આદેશ કર્યો છે. તમને જણાવી જઈએ કે ઇસ્ટર ડેના દિવસે શ્રીલંકામાં એક પછી એક કુલ 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં મૃતકોની સંખ્યા 359 સુધી પહોંચી છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકામાં આત્મઘાતી હુમલા બાદ સંરક્ષણ સચિવે આપ્યું રાજીનામું, આ છે કારણ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/sri-lanka-secretary-of-defense-resigned-from-his-post-after-bomb-blast/
via Best Gujarati News

0 Comments