મિશેલની ભારતમાં હેરાનગતિ, ઓગસ્ટા કેસ યુએન ખસેડવામાં આવે : બ્રિટન
। લંડન ।
ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં ૩,૬૦૦ કરોડની દલાલીનો આરોપી ક્રિશ્ચિયન મિશેલની ભારતમાં પારાવાર હેરાનગતિ થઈ રહી છે તેથી આ કેસ યુએનમાં ચલાવવામા આવે તેવી બ્રિટનની કાનૂની ટીમે માગ કરી છે. કાનૂની ટીમના એક વકીલે કહ્યું કે મિશલને ખોટી રીતે ભારત સરકારને સોંપવામાં આવ્યો હતો. ભારતની જેલમાં તેને ખરાબ સ્થિતિમા રખાયો છે. આ માનવાધિકારોનું ઉલ્લંઘન છે. મિશેલને ગુનો કબૂલી લેવા માટે યાતના અપાઈ રહી છે. લંડનના ઈન્ટરનેશનલ જસ્ટિસ ચેમ્બરની ગુર્નિકાએ દાવો કર્યો કે ૫૭ વર્ષીય બ્રિટનના નાગરિક મિશેલને ગેરકાનૂની રીતે ભારત સરકારને સોંપવામાં આવ્યાં છે.
ગુર્નિકાએ જણાવ્યું કે કથિત રીતે મિશેલને સાઉદી અમીરાતના આગ્રહ પર ભારતને સોંપવામાં આવ્યા છે. ગુર્નિકાએ જણાવ્યું કે ભારત આવ્યા બાદ મિશેલને ત્યાં બદતર પરિસ્થિતિમાં રાખવામાં આવ્યાં હતા. આ માનવાધિકારોનું ઉલ્લંઘન છે.મિશેલને ગુનો કબૂલી લેવા માટે યાતના અપાઈ રહી છે. આ પહેલા ૧૮ એપ્રિલે વિશેષ અદાલતે ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી ફગાવી દીધી છે. મિશેલે બુધવારે ગુડફ્રાઇડે અને ઇસ્ટર મનાવવા સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. મિશેલે ૧૭ એપ્રિલના રોજ કોર્ટમાં સાત દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મિશેલની ભારતમાં હેરાનગતિ, ઓગસ્ટા કેસ યુએન ખસેડવામાં આવે : બ્રિટન appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/michelle-india-harassment/
via Best Gujarati News
0 Comments