। કોલંબો ।

ઇસ્ટર સન્ડેના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી ધણધણી ઊઠેલા શ્રીલંકામાં હજુ આતંકવાદીઓ હાજરી પુરાવી રહ્યાં છે. ગુરૂવારે સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી ૪૦ કિમી દૂર આવેલા પુગોડા શહેરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જોકે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નહીં થયાનું પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તા રૂવાન ગુણાશેકરાએ જણાવ્યું હતું કે,પુગોડા શહેરાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ આવેલા એક ખાલી મેદાનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. પોલીસ તેની તપાસ કરી રહી છે. જોકે આ વિસ્ફોટ તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટો જેવો કન્ટ્રોલ્ડ બ્લાસ્ટ ન હતો.  દરમિયાન કોલંબોના સમૃદ્ધ પરાવિસ્તાર મહાવેલા ગાર્ડન્સમાં રહેતો એક કરોડોપતિ ઇબ્રાહીમ પરિવાર શ્રીલંકાના જઘન્ય બોમ્બ વિસ્ફોટો માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ પરિવારની પડોશમાં રહેતી ફાતિમા ફઝલાને જરાપણ અંદાજ નહોતો કે તેનો પાડોશી પરિવાર આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. ૩૫૯ વ્યક્તિઓનો ભોગ લેનારા આત્મઘાતી આતંકવાદી હુમલામાં આ પરિવારના બે ભાઈઓ સામેલ હતા.

કટ્ટરવાદના ઝેરથી ભરેલી માનસિકતા ધરાવતો પરિવાર

૩૧ વર્ષીય ઇલહામ ઇબ્રાહીમ ખુલ્લેઆમ કટ્ટરવાદી વિચારધારા વ્યક્ત કરતો હતો અને નેશનલ તૌહિત જમાતની બેઠકોમાં પણ હાજરી આપતો હતો. તેનો ઉદ્યોગપતિ ભાઈ ઇન્સાફ મવાળવાદી વિચારો ધરાવતો હતો. ઇન્સાફના નિકાહ કરોડપતિ જ્વેલરી મેન્યુફેક્ચરરની દીકરી સાથે થયાં હતાં. આ બંને ભાઈઓએ તેમની કટ્ટરવાદના ઝેરથી ભરેલી માનસિકતાના કારણે આખા શ્રીલંકાને ભયભીત કરી દીધું છે.

સખાવતી પ્રવૃત્તિઓ માટે જાણીતો યુવાન ઘાતકી બની ગયો

પોલીસે આ બંને ભાઈના પિતા મોહમ્મદ ઇબ્રાહીમની ધરપકડ કરી છે. શ્રીલંકામાં મસાલાનો બિઝનેસ કરતા મોહમ્મદ ઇબ્રાહીમના ૬ પુત્ર અને ૩ પુત્રી છે. મોહમ્મદ ઇબ્રાહીમ કોલંબોના બિઝનેસ વતૃળોમાં ઘણું સન્માનનીય સ્થાન ધરાવે છે. મોહમ્મદ ઇબ્રાહીમ ગરીબોને મદદ તથા સખાવતી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતો છે. ફાતિમા ફઝલા કહે છે કે, આ પરિવારના કારનામાથી હવે દરેક મુસ્લિમને શંકાની નજરથી જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકાના હુમલાઓ પાછળ કરોડોનો બિઝનેસ ધરાવતો અમીર પરિવાર appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/sri-lanka-attacks-behind-k/
via Best Gujarati News

0 Comments