ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર અમિત શાહ સાબરમતી વિધાનસભા એમ બે તબક્કે રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કરશે. આજથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. વિદ્રોહ, સત્તા વિરોધી લહેર અને સ્થાનિક મુદ્દાઓના લીધે સાંસદોના પ્રત્યે નારાજગીથી બચવા માટે ભાજપ પોતાના નજીકના એક તૃત્યાંશ સાંસદોની ટિકિટ કાપી શકે છે.ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના મનાતા ચાર આઇપીએસ ઓફિસરોની શુક્રવારના રોજ ટ્રાન્સફર કરી દીધી છે. થોડાંક દિવસ પહેલાં જ મોઝામ્બિક-ઝિમ્બાબ્વેમાં ઇદાઇ તોફાન આવ્યું હતું. દુનિયાના નંબર વન ધનાઢય કપલ જેફ અને મૈકેંઝી બેજોસે સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે.30 એપ્રિલે કેટલાક સ્માર્ટફોન્સમાં ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને મેસેન્જર સપોર્ટ બંધ કરી દેવામાં આવશે.સહિતના મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: ભાજપના સ્થાપના દિને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, કેસરિયો સાફો પહેરી શાહનો રોડ-શો શરૂ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર અમિત શાહે આજે સવારે વેજલપુર વિધાનસભા અને સાંજે સાબરમતી વિધાનસભા એમ બે તબક્કે રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કરશે. અમિત શાહે વણઝર ગામ ખાતે ભાજપના સ્થાપના દિને પુષ્પાંજલિ કરીને પહેલો રોડ શો શરૂ કર્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, અંબાજી જતા પહેલા વાંચી લો આરતી-દર્શનનો કાર્યક્રમ!

આજથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ચૈત્રી નવરત્રિએ આરાધના અને શક્તિની ઉપાસના માટેનુ વિશેષ પર્વ હોઈ આ નવરાત્રિનું સવિશેષ મહત્વ હોય છે. જેનો ગુજરાતમાં અનેરો મહિમા છે. આજે અંબાજી શક્તિપીઠમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: BJPએ ધડાધડ આટલા સાંસદોની ટિકિટ કેમ કાપી નાંખી? થયો ચોંકાવનારો ખુલાસો

વિદ્રોહ, સત્તા વિરોધી લહેર અને સ્થાનિક મુદ્દાઓના લીધે સાંસદોના પ્રત્યે નારાજગીથી બચવા માટે ભાજપ પોતાના નજીકના એક તૃત્યાંશ સાસદોની ટિકિટ કાપી શકે છે. ભાજપે અત્યાર સુધી 2014મા જીતનાર અંદાજે 71 સાંસદોને ટિકિટ ના આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અંદાજે 26 સીટો એવી છે જેના પર ટિકિટનો નિર્ણય લેવાનો હજુ બાકી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે કરી જબરદસ્ત મોટી કાર્યવાહી, મમતાના નજીકના ઓફિસરોની ‘ટ્રાન્સફર’

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના મનાતા ચાર આઇપીએસ ઓફિસરોની શુક્રવારના રોજ ટ્રાન્સફર કરી દીધી છે. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે સીબીઆઈની વિરૂદ્ધ ધરણા દરમ્યાન દરેક સમયે મમતાની સાથે દેખાતા કોલકત્તાના પોલીસ કમિશ્નર અનુજ શર્માની પણ ટ્રાન્સફર થઇ ચૂકી છે. એક સૂત્રે કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કાયદાકીય વિકલ્પ સહિત અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ગર્ભવતી મહિલા બે વર્ષના દીકરા સાથે આંબાના ઝાડ પર ચઢી, અને પછી જે થયું જાણી સ્તબ્ધ થઇ જશો

થોડાંક દિવસ પહેલાં જ મોઝામ્બિક-ઝિમ્બાબ્વેમાં ઇદાઇ તોફાન આવ્યું હતું. આ ભયાનક તોફાનની સાથે આવેલા વરસાદે બધાને બર્બાદ કરી દીધા, ત્યારે મોઝામ્બિકમાં એક ગર્ભવતી મહિલા બચાવ માટે પોતાના બે વર્ષના દીકરાને લઇ આંબાના ઝાડ પર ચઢી ગઇ. 

વધુ વાંચવા ક્લિક કરો-6: ૨,૫૦૦ અબજ ડોલરના સૌથી મોંઘાં તલાક પછી મૈકેંઝી દુનિયાની ૪થી અમીર મહિલા

દુનિયાના નંબર વન ધનાઢય કપલ જેફ અને મૈકેંઝી બેજોસે સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. એમેઝોનના સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર જેફ બેજોસ અને તેમની પત્ની મૈકેંઝી બેજોસે તેમનું લગ્નજીવન ખતમ કરીને અલગ અલગ રાહ અપનાવવાની હામી ભરી દીધી છે. 

વધુ વાંચવા ક્લિક કરો-7: મતદાન કરશો તો મફતમાં મળશે પેટ્રોલ-ડીઝલ, ક્લિક કરીને જાણો કેટલા રૂપિયાનું

ચૂંટણી નજીક આવી રહી છે અને સૌ કોઈ પોતાની રીતે મતદાતાઓને મતદાન કરવાં માટે જાગૃત કરી રહ્યા છે. હવે મતદાતાઓને જાગૃત કરવાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ આ અભિયાનમાં આગળ આવ્યુ છે. આ માટે તેણે મતદાન કરવાં માટે પ્રોત્સાહિત કરવા ઈંધણ પણ ભારે છૂટનું એલાન કર્યુ છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: Maruti Suzukiએ 35 વર્ષ બાદ બંધ કરી આ લોકપ્રિય કાર

Maruti Suzuki એક એવી કંપની જેની કાર ભારતીય બજારોમાં ખુબજ લોકપ્રિય છે. લાંબા સમયથી ભારતમાં એક સસ્તી MPVની તલાશ કરી રહેલા ખરીદારો માટે આ ખુબજ પસંદ કંપની રહી છે. Maruti Suzukiની Omniની આક્રમક કિંમત તેમજ અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવા Omni Vanને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: ના નરેન્દ્ર મોદી, ના રાહુલ ગાંધી – કોઇને વોટ નહી આપી શકે આ સેલેબ્સ

2019 લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોલીવુડના ઘણા એવા સેલેબ્સ છે જે ભારતમાં રહેવા છતા પણ મતદાન કરી શકશે નહીં. તો આવો જોઇએ કયા તે સેલેબ્સ છે જે મતદાન કરી શકશે નહીં.

વધુ વાંચવા ક્લિક કરો-10: 30 એપ્રિલથી આ સ્માર્ટફોન્સમાં ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને મેસેન્જર થઈ જશે બંધ

30 એપ્રિલે કેટલાક સ્માર્ટફોન્સમાં ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને મેસેન્જર સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. માઈક્રોસોફ્ટે આ વાતને પાકી કરતા કહ્યુ છે કે Windows Phone માટે ફેસબુક સપોર્ટ બંધ થઈ જશે. જો તમારી પાસે પણ છે Windows Phone તો હવે તેમાં સોશિયલ મીડિયા સપોર્ટ નહી મળે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

The post News@12 PM: અમિત શાહે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/06th-april-2019-12pm-top-headline-news/
via Best Gujarati News

0 Comments