આપણે સૌ જમવામાં રવાનો ભરપુર ઉપયોગ કરીએ છીએ. ઈડલી, રવાનો હલવો, ઉપમા, સત્યનારાયણનો પ્રસાદ વગેરેમાં આપણે રવાનો ઉપયોગ કરીએ છીએ. આ રવો આપણે ઘરે લાવીએ તેના થોડા સમયમાં જ તેમાં ઈયળ અને ધનેડા પડી જતાં હોય છે. પછી તેનો ઉપયોગ જમવામાં કરી શકાતો નથી તો આજે આપણે જાણીશું કે આપણે ઘરે શું કાળજી રાખીએ તો રવામાં પડતાં જીવડાઓથી બચાવી શકાય.

સૌ પ્રથમતો રવાને શેકીને એરટાઈટ જારમાં ભરી રાખો. રવાને જ્યારે પણ શેકો ત્યારે તેને ધીમી આંચ પર શેકો અને તવેથાથી સતત હલાવતાં રહો. જેથી તે દાઝી ન જાય અથવાતો તેમાં વાસ ન આવે. આ શેકેલા રવાને તમે લાંબા સમય સુધી સાચવીને રાખી શકશો.

રવાને શેકીલો પછી તેને ઠંડો પડવા દો અને ત્યારબાદ તેને બરણી કે ડબ્બામાં ભરો. ડબ્બામાંથી જ્યારે પણ રવો કાઢો ત્યારે તે ભીના ચમચા કે ભીના હાથથી ન લો.

આતો છે રવામાં ધનેડા ન પડે તેના ઉપાય પણ જો તમારા રવામાં ધનેડા પડ્યાં હોય તો તમે મોટી થાળીમાં નાખીને તડકે સુકવી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રવા(સોજી)માં ઈયળો કે ધનેડાં પડતાં આ રીતે રોકો appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/how-to-store-sooji-semolina-for-long-time/
via Best Gujarati News

0 Comments