રાજ્યમાં દિવસેને દિવસે શિક્ષણનું ખાનગીકરણ થઇ રહ્યું છે, ત્યારે ખાનગી સ્કૂલો મસમોટી ફી ઉઘરાવીને એશો આરામ કરી રહ્યા છે. દરરોજ રાજ્યમાં આવેલી અનેક મોટી સ્કૂલમાંથી ફી મુદ્દે અહેવાલો સામે આવતા હોય છે, પરંતુ કાર્યવાહીના નામે શૂન્ય પરિણામ આવે છે. આજે પણ રાજકોટની સર્વોદય સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ થયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે.

આ વિશે મળતી માહિતી અનુસાર, રાજકોટની સર્વોદય સ્કૂલ દ્વારા ફીમાં વધારો કરાતા મોટી સંખ્યામાં વાલીઓ દોડી આવ્યા હતા. લોકોએ સ્કૂલમાં પહોંચીને પ્રશાસનને રજૂઆત કરી હતી, પરંતુ વાલીઓનું કોઇએ સાંભળ્યું નહોતું. ત્યારબાદ લોકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો હતો.

ત્યારબાદ સ્કૂલ ખાતે જ વાલીઓ ધરણા પર બેસી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓના હોબાળાથી સ્કૂલ સંચાલકને એક સમયે ભાગવાનો વારો આવ્યો હતો. આ અંગેની જાણ વોઆડ નં.13ના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને થતા તેઓ પણ સર્વોદય સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. એફઆરસીના મુદ્દે વાલીઓ સ્કૂલે દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજકોટની સર્વોદય સ્કૂલમાં ફી મામલે વાલીઓમાં ઉગ્ર રોષ, સંચાલકોને ઉભી પૂંછડીયે ભગાડ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/rajkot-sarvoday-school-in-parents-seat-on-dharanain-school-fee/
via Best Gujarati News

0 Comments