અડવાણી પર રાહુલનું વિવાદાસ્પદ નિવેદન, સુષ્મા સ્વરાજે સણસણતો જવાબ આપતા કહ્યું- મર્યાદામાં…
ભાજપના દિગ્ગજ લાલ કૃષ્ણ અડવાણી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદને જોર પકડયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલના નિવેદનો એ અમને આહત કર્યા છે, તેમણે ભાષાની મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. આપને જણાવી દઇએ કે રાહુલે શુક્રવારના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુરની રેલીમાં કહ્યું હતું કે મોદીજીએ પોતાના ગુરૂ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા છે.
રાહુલને ભાષાની મર્યાદા બનાવી રાખવાની નસીહત આપતા સુષ્મા એ ટ્વીટ કર્યું, રાહુલજી, અડવાણીજી અમારા પિતાતુલ્ય છે. તમારા નિવેદને અમને ખૂબ જ આહટ કર્યા છે. કૃપ્યા ભાષાની મર્યાદા રાખવાની કોશિષ કરો.
राहुल जी – अडवाणी जी हमारे पिता तुल्य हैं. आपके बयान ने हमें बहुत आहत किया है. कृपया भाषा की मर्यादा रखने की कोशिश करें. #Advaniji
Rahulji – Advani ji is our father figure. Your words have hurt us deeply. Please try to maintain some decorum of your speech. #Advaniji— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 6, 2019
રાહુલે શું કહ્યું હતું
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ચંદ્રપુરની રેલીમાં કહ્યું કે હિન્દુ ધર્મમાં સૌથી જરૂરી હોય છે ગુરૂ. ગુરૂ-શિષ્યના સંબંધો હોય છે ને. મોદીજીના ગુરૂ કોણ છે…અડવાણીજી. શિષ્ય ગુરૂની સામે હાથ પણ નથી જોડતા. સ્ટેજ પરથી ઉઠાવીને ફેંકી દીધા નીચે ગુરૂને. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી ઉતાર્યા અને હિન્દુ ધર્મની વાતો કરે છે. હિન્દુ ધર્મમાં કયાં લખ્યું છે કે લોકોને મારવા જોઇએ. તેમણે કહ્યું કે 2019ની ચૂંટણી વિચારધારાઓની લડાઇ છે. કોંગ્રેસની વિચારધારા ભાઇચારા, પ્રેમ મોદીની નફરત, ક્રોધ અને વિભાજનકારી વિચારધારા પર જીત મેળવશે.
મોદી પોતાના ગુરૂ અડવાણીને નમસ્તે સુદ્ધાં કહેતા નથી: રાહુલ
રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ વર્ધામાં પણ ચૂંટણી જનસભા કરી. અહીં તેમણે કહ્યું કે તમે સાંભળ્યું, હું પ્રેમથી બોલું છું, નફરત મારા ભાષણમાં સંભળાશે નહીં. હિન્દુ ધર્મમાં સૌથી મોટી વસ્તુ શું હોય છે?… ગુરૂ-શિષ્યનો સંબંધ. તમે બતાવો, તેનાથી મોટી બીજી કોઇ ચીજ છે? અડવાણીજીની આજે શું સ્થિતિ છે? અડવાણીજી નરેન્દ્ર મોદીના ગુરૂ છે. સ્ટેજથી ઉઠાવીને ફેંકી દીધા. નમસ્તે સુદ્ધાં કરતાં નથી, મેં જોયું છે મારી આંખોથી. આ પછી ધર્મની વાતો કરે છે.
અડવાણીના બ્લોગ બાદ મોદી પર વિપક્ષીએ કર્યા આકરા પ્રહારો
ભાજપના સ્થાપના દિવસના બે દિવસ પહેલાં લાલ કૃષ્ણ અડવાણીએ લખ્યું કે ભાજપે કયારેય પોતાના રાજનૈતિક વિરોધીઓને દુશ્મન કે દેશદ્રોહી માન્યા નથી. પોતાની પરંપરાગત સીટ ગાંધીનગર પરથી આ વખતે ટિકિટ ના મળ્યા બાદ અડવાણીની આ પહેલી સાર્વજનિક ટિપ્પણી હતી. અડવાણીના બ્લોગ બાદથી જ વિરોધ પક્ષ પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post અડવાણી પર રાહુલનું વિવાદાસ્પદ નિવેદન, સુષ્મા સ્વરાજે સણસણતો જવાબ આપતા કહ્યું- મર્યાદામાં… appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lk-advani-our-father-figure-sushma-swaraj-on-rahul-gandhis-words-hurt/
via Best Gujarati News
0 Comments